8MP રોટેટિંગ કેમેરાની સાથે લૉન્ચ થયો નવો સ્માર્ટફોન

8MP camera with rotating saw the launch of a new smartphone, the price of 5,999 rupees

ભારતીય સ્માર્ટફોન મેકર કંપની Iballએ ભારતમાં રોટેટિંગ કેમેરાની સાથે પોતાના નવો સ્માર્ટફોનને લૉન્ચ કરી દીધો છે. કંપનીએ Andi Avonte 5ને ભારતમાં લૉન્ચ કર્યો છે. ફોનની કિંમત 5,999 રૂપિયા રાખી છે. કંપનીનું કહેવું છે કે બે અઠવાડિયા બાદ યુઝર્સ માટે આ સ્માર્ટફોન દેશભરના રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે.

શું છે ફોનમાં ખાસ

* આ ફોનમાં કંપનીએ 8 મેગાપિક્સલવાળો રોટેટિંગ કેમેરો આપ્યો છે. ફોનમાં ડ્યુલ LED ફ્લેશ પણ આપ્યું છે. રોટેટિંગ કેમેરાને રિયર અને ફ્રન્ટ બન્ને કેમેરામાં વાપરી શકાય છે.
* iBallનો આ લેટેસ્ટ સ્માર્ટફોન 21 રિઝનલ લેગ્વેજ સપોર્ટ કરે છે.

કયા કયા છે ફિચર્સ

iBall Andi Avonte 5ના ફિચર્સની વાત કરીએ તો સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ કિટકેટ 4.4 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. આ ફોનમાં યુઝર્સ એક સાથે બે સીમ કાર્ડ વાપરી શકે છે.

8MP camera with rotating saw the launch of a new smartphone, the price of 5,999 rupees

iBallનો આ સ્માર્ટફોન 5 ઇંચની FWVGA (480*854 પિક્સલ) IPS ડિસ્પ્લે ધરાવે છે. આની સાથે આમાં 1.3 GHzનું ક્વાડકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. કંપનીએ આ ફોનમાં 1 GB રેમ આપી છે.

મેમરીની વાત કરીએ તો ફોનમાં 8 GB ઇન્ટરનલ મેમરી આપી છે અને માઇક્રો એસડી કાર્ડની મદદથી 32 GB સુધી વધારી શકાય છે.

કનેક્ટિવીટી માટે ફોનમાં 3G (HSPA+), વાઇ-ફાઇ, બ્લૂટૂથ, GPS/ A-GPS, Micro-USB અને FM રેડિયો આપવામાં આવ્યો છે.

iBall Andi Avonte 5માં 2150 mAh પાવરવાળી બેટરી આપવામાં આવી છે. કંપનીએ આ ફોનમાં બેટરી બેકઅપ અને સ્ટેન્ડબાય ટાઇમ વિશે કંઇજ માહિતી આપી નથી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,383 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 48

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>