ઝોલોનો 7999 રૂ.માં સ્માર્ટફોન લૉન્ચ, 8MP કેમેરો અને લૉલીપોપ 5.0, જાણો ફીચર્સ

8MP camera and 5.0 lolipopa, xolo Rupees in  7999 launch smartphones

ઝોલો(XOLO)એ ભારતીય ગ્રાહકો માટે પોતાનો નવો લૉ બજેટવાળો સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. કંપનીએ તેનું નામ ઝોલો ક્યુબ 5.0 રાખ્યું છે અને તેની કિંમત 7,999 રૂપિયા નક્કી કરી છે. આ ફોનની સ્ક્રીન 5 ઇંચવાળી HD ડિસ્પ્લે રિઝોલ્યુંશન સાથે આપવામાં આવી છે.

XOLO Cube 5.0ના ફિચર્સ

કંપનીએ આ સ્માર્ટફોન 5 ઇંચ સ્ક્રીન સાથે લૉન્ચ કર્યો છે. જે HD (1280×720 પિક્સલ રિઝોલ્યુશન)વાળી ડિસ્પ્લે ક્વોલીટી આપે છે. ફોનમાં 1.3 GHz ક્વાડ-કોર મીડિયાટેક MTK6582M પ્રોસેસર આપ્યું છે. સાથે 500 MHz માલી 400 GPU પણ આપ્યું છે. ઝોલોનો આ સ્માર્ટફોન 1GB રેમ સાથે એન્ડ્રોઇડ 5.0 લૉલીપોપ વર્ઝન સાથે કામ કરે છે.

ફોનમાં કેમેરાની વાત કરીએ તો, 8 મેગાપિક્સલ રિયર ઓટોફોકસ કેમેરો LED ફ્લેશ સાથે આપવામાં આવ્યો છે. આ ફૂલ HD વીડિયા રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. બીજબાજુ સેલ્ફી માટે ફ્રન્ટ કેમેરો 2 મેગાપિક્સલનો છે. ફોનની ઇન્ટરનલ મેમરી 8GB છે અને તેને SD કાર્ડની મદદથી 32GB સુધી વધારી શકાય છે.

8MP camera and 5.0 lolipopa, xolo Rupees in  7999 launch smartphones

ઝોલો ક્યૂબ 5.0ના ફીચર્સ

આ ફોન ડ્યુલ સીમ છે અને તે 3G નેટવર્કને સપોર્ટ કરે છે, અને તેની કનેક્ટિવીટી માટે વાઇફાઇ 802.11 b/g/n, બ્લૂટૂથ 4.0, GPS, FM રેડિયોનું મજબૂત ઓપ્શન આપ્યું છે. આમાં 3.5mm ઓડિયો જેક પણ આપ્યો છે. આ સ્માર્ટફોન 2100 mAh બેટરીની સાથે આવ્યો છે, જે કંપનીના કહ્યા પ્રમાણે 2G નેટવર્ક પર 6.7 કલાકનો ટૉકટાઇમ અને 600 કલાકનો સ્ટેન્ડબાય બેકઅપ આપે છે. આ ફોન બ્લેક અને વ્હાઇટ-ગોલ્ડ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,493 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>