૮૯ વર્ષ ની દાદીએ ચાલુ કરી પોતાની વેબસાઈટ, જેમા તે પોતાની સાડીઓ થી હેન્ડબેગ બનાવીને વેચે છે…

એવું કહેવામાં આવતું હોય છે કે દરેક કામ માટે ની એક નિર્ધારિત ઉંમર હોય છે, પણ આ વાત ને ખોટી સાબિત કરી લતીકા ચક્રવર્તી એ કે જે ૮૯ વર્ષ ની આવી પીઢ ઉંમરે શરુ કર્યું છે ઓનલાઈન બિજનેસ જેમાં તે પોતે પોતાના હાથ થી બનાવેલા હાથ બેગ સમગ્ર વિશ્વ સુધી પોહચાડી ને એક નવી કીર્તિ સ્થાપી છે.

તેમના પતિ શ્રી કૃષ્ણાલાલ ચક્રવર્તી એક સર્વે ઓફ ઇન્ડિયા મા સર્વેક્ષક હતા અને તેમના મૃત્યું બાદ તે પોતાના દીકરા ની સાથે રહવા લાગી, તેમના દીકરા કેપ્ટન રાજ ચક્રવર્તી ભારતીય નૌસેના મા હતા. પતિ અને દીકરા બન્ને નું કામ એવું હતું કે જેના લીધે તેમણે તેમના સાથે આખું ભારત ભ્રમણ કરી લીધું હતું. ઉંમર ના આ છેલ્લાં દાયકા મા તેમણે પોતાના અનુભવ અને હસ્થકલા ની મદદ થી એક ઓનલાઈન દુકાન ચાલુ કરી કે જેમાં તે હાથ થી બનેલા હાથ બેગ તેમજ પોટલી નુ વેહ્ચાણ કરે છે.

તેમજ આ વેબસાઈટ ઉપર વેચાતાં તમામ સામાન તેમના દ્વારા જ તૈયાર કરવામાં આવે છે. આમાં દર્શાવેલ બધી પોટલીઓ તેમજ હાથ બેગ તેમણે પોતાની જૂની સાડીઓ અને કુર્તા થી બનાવેલા છે. આ સાડીઓ અને કુર્તા તે વખત ના છે કે જયારે તેઓ ભારત ભ્રમણ કરતા હતા ત્યારે ખરીદયા હતા કેમકે આમાં આખા ભારત ના જુદા-જુદા પ્રાંત ની નામના મેળવેલ કલાઓ નુ મિશ્રણ જોવા મળે છે.

તેમને અનુલક્ષીને એટલું તો કહી જ શકીએ કે આવી ડીઝાઇન તેમજ ચીવટભર્યું કામ તમે બીજે ક્યાંય પણ જોવા નહિ મળે કેમકે આ કલાકાર પાસે તો ૬૪ વર્ષ નો બોહોડો અનુભવ છે. તેમજ આ ૮૯ વર્ષ ના બિજનેસ વુમેન ને તમારો પ્રેમ અને તેમની કલા ની કદરરૂપે એક પોટલી અથવા તો હાથબેગ ખરીદીને તમે પોહચાડી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,203 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>