8,000 km નું અંતર પસાર કરી દરવર્ષે આ વ્યક્તિને મળવા આવે છે આ પેગ્વિન, જુઓ અનોખી મોહબ્બત

118 (1)

કહેવાય છે કે પ્રેમની કોઈ ભાષા નથી હોતી. માણસ અને પેગ્વિન વચ્ચેની મોહબ્બત જોઇને તમે જરૂર વિચારવા પર મજબૂર થઇ જશો. એક પેગ્વિન પોતાને બચાવનાર વ્યક્તિ પ્રત્યે પોતાનો પ્રેમ જાહેર કરવા માટે દરવર્ષે લગભગ 8,000 km નું અંતર પસાર કરીને બ્રાઝિલ પહોચે છે.

‘ગ્લોબો ટેલિવિઝન’ માં બતાવવામાં આવેલ વિડીયો અનુસાર એક પેગ્વિન પોતાનો જીવ બચાવનાર વ્યક્તિ ‘જોઆઓ પરેરા ડિસુઝા’ ને ચૂમતો બતાવવામાં આવ્યો છે. વર્ષ 2011 માં જોઆઓ રિયો ના નજીક એક સમુદ્ર કિનારા માં ખરાબ હાલતમાં (ઈજાગ્રસ્ત) આ પેગ્વિન મળી હતી. તેમને તેની ઈજાના ઘાવો ભર્યા અને તે પેગ્વિન ને પ્રેમથી ‘ડિનડિમ’ નામ આપ્યું.

71 વર્ષીય જોઆઓ પરેરા ડિસુઝા એ આ પેગ્વિન ને નવી જીંદગી આપી છે. તેની ખુબ સેવાચાકરી કરી. જયારે આ પેગ્વિન બરાબર સ્વાસ્થ્ય થઇ ગયું પછી જોઆઓ તેને સમુદ્રમાં મુકવા ગયા, તો ડિનડિમે પરેરા નો સાથ છોડવાની ના પાડી અને તેમની પાછળ પાછળ કિનારે આવી ગઈ.

penguin

જોઆઓ એ તેને સમુદ્રમાં મુકવા માટે ખુબ પ્રયાસો કર્યા. જેથી તે ચાલી ગઈ. પરંતુ, એક વર્ષ પછી જે થયુ તેને જાણીને તમે તમારી ભાવના પર કાબુ નહિ રાખી શકો.

લગભગ 1 વર્ષ પછી ડિનડિમ’ પાછી સમુદ્રમાં પરત ફરી. જોઆઓ એ કહ્યું કે, ‘મને બધા એ કહ્યું કે હવે તમે આને બીજીવાર નહિ જોઈ શકો, પરંતુ તે બધા ખોટા હતા.’ ડિનડિન થોડા મહિના બાદ અચાનક પરત ફરી. બસ, ત્યારથી તે દરવર્ષે સમુદ્રની એક લાંબી યાત્રા પસાર કરીને જોઆઓ ને મળવા આવે છે.

ડિનડિન અને તેના જેવા અન્ય પેગ્વિન અર્જેન્ટીના ના પેટાગોનીયા પ્રદેશમાં રહે છે. પેટાગોનીયા અને રીયો ડી જાનેરો ની વચ્ચે લગભગ 8,000 km નું અંતર છે.

જોઆઓ જણાવે છે કે, ‘હું તે પેગ્વિન ને પોતાના સંતાનની જેમ પ્રેમ કરું છુ અને મને લાગે છે કે તે પણ મને ખુબ જ પ્રેમ કરે છે.’

Comments

comments


9,801 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 2