ભગવાન લક્ષ્મીનારાયણને 7 લાખ રૂપિયાની નોટોથી શણગારાયા

7 lakh-rupee notes Laxminarayan God decoration

ટંકારા પંથકમાં ગ્રામ દેવતા તરીકે ભાવભેર પૂજાતા લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરમાં અધિક માસ નિમિત્તે ખાસ શણગાર દર્શનનું અવારનવાર આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને ભક્તો પાસેથી ઉઘરાવેલા સાત લાખ રૂપિયા રોકડાનો અનન્ય શણગાર કરીને લક્ષ્મીનારાયણના ચરણોમાં નગદ નારાયણનો સમન્વય કરવામાં આવ્યો હતો. અા દર્શન કરવા માટે આસપાસના પંથકના ભાવિકો ઉમળકાભેર ઉમટી પડ્યા હતા.

આ મંદિરની વિશેષતા એ છે કે પડધરી પાસે પ્રગટેલા અને બાદમાં ટંકારા ખાતે બિરાજમાન થયેલા લક્ષ્મીનારાયણ દેવની પૂજા બ્રાહ્મણો નહીં, પરંતુ સુથાર સમાજ કરે છે. હાલમાં હરેશ ભગત નામે પૂજારી દેવની પૂજાની ફરજ બજાવી રહ્યા છે. ભાવિકોને પણ અહીં અપાર અાસ્થા અને શ્રધ્ધા હોઇ, આ મંદિરને સારો એવો ફંડ ફાળો મળી રહ્યો છે.

7 lakh-rupee notes Laxminarayan God decoration

7 lakh-rupee notes Laxminarayan God decorationસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,853 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 8