6 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે નવી Apple Watch, જાણો શું છે આની કિંમત?

 apple watch will launches new watch in india

9 સપ્ટેમ્બરે થનાર એક ઇવેન્ટમાં કંપનીએ આઇફોન6s અને આઇફોન 6s પ્લસની સાથે કંપનીએ Apple Watch લોન્ચ કરી હતી. 16 ઓક્ટોબરે કંપનીએ ભારતમાં બંને નવા આઇફોન ને લોન્ચ કરી દીધો છે અને હવે વારો છે Apple Watch લોન્ચ કરવાનો.

એપ્પલ ઇંડિયાની વેબસાઇટ પર Apple Watch ને લીસ્ટ કરેલ છે. આની સાથેજ એ પણ જાણકારી આપવામાં આવી છે કે 6 નવેમ્બરે આ Watch ભારતીય બજારમાં જોવા મળશે. જોકે, Apple Watch ની કિમત અંગે કોઈ માહિતી આપવામાં નથી આવી. Apple Watch ના બે વેરિએન્ટ લોન્ચ કર્યા હતા. આશા છે કે Apple Watch ની કિમત 35,000 રૂપીયાની આસપાસ હોય કે તેથી વધારે પણ હોય શકે.

શું છે Apple Watch માં ખાસ?

 apple watch will launches new watch in india

આ વખતે વોચને પાવરફૂલ બેટરી બેકઅપ સાથે રજૂ કરવામાં આવી છે. કંપનીનો એવો દાવો છે કે આને હવે હર રાત ચાર્જ કરવાની જરૂર નહિ પડે. આનાથી મેસેજ અને કોલ કરવાનું વધારે સરળ બનાવી દીધું છે. આની સાથે જ Apple Watch યુઝર્સ હવે થર્ડ પાર્ટી એપનો પણ ઉપયોગ કરી શકશે.

ફેસબુક લવર્સને એપ્પલે પોતાની નવી વોચ સાથે એક મોટી ભેટ આપી છે. Apple Watch માં યુઝર્સ હવે મેસેન્જર પણ ચલાવી શકશે. Watchના GoPro સુવિધાની મદદથી યુઝરને લોકેશન સર્ચ કરવામાં મદદ મળશે. આ વોચમાં મેડિકલ એરસ્ટ્રિપ (Airstrip) નામની એપ આપવામાં આવી છે.

apple watch will launches new watch in india

લોન્ચ વખતે ડોક્ટર કેમરૂને જણાવ્યું કે એરસ્ટ્રિપ (Airstrip) એપ ખાસ કરીને પ્રેગ્નેટ મહિલાઓ માટે છે, જે માતા અને બાળક બંનેના હાર્ડ દરને માપશે. એપ્પલે પોતાની Watch માટે Hermes ની સાથે ટાઇ-અપ કર્યું છે, જેથી યુઝર્સને વધારેમાં વધારે બેન્ડ ડિઝાઇન્સ મળી શકે.

અમેરિકી બજારમાં Apple Watch ની કિમત 349 $ એટલેકે લગભગ 23,217 રૂ. થી 17,000 $ એટલેકે 11,30925 રૂ. સુધી છે.

Comments

comments


7,309 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 16