6 ઘરગથ્થુ ઉપચારથી ભગાડો ગરદનનો દુખાવો

6 household remedies fend neck pain

ગળાની પાછળના ભાગમાં થતાં દુખાવાને કયારેય નજીવો ન ગણવો. આ દુખાવાથી થતી સમસ્યાના કારણે તમે બરાબર બેસી ઉઠી નથી શકતાં. રોજના કામ કરવમાં પણ તકલીફ થાય છે. ચિકિત્સનીય પરીક્ષણો પછી જ એ નક્કી થઈ શકે છે કે દુખાવો કયા કારણસર થઈ રહ્યો છે. જો દુખાવાનું કારણ કોઈ ગંભીર બીમારી ન હોય તો કેટલાક ઘરગથ્થુ ઉપચાર દ્રારા તમે આમાં આરામ મેળવી શકો છો. અહિ કેટલાક ઘરગથ્થુ સરળ ઉપાય બતાવવામાં આવ્યાં છે જેનાથી તમારા દુખાવામાં રાહત મેળવી શકો છો.

આઈસપેક

ગળાના દુખાવામાં આઈસપેક સારો લાભ આપે છે. તમે ઈચ્છો તો બરફના ટુકડાને સાફ કપડામાં બાંધીને દુખાવો થતો હોય ત્યાં મુકી શકો છો. આવુ કરવાથી દુખાવામાં આરામ મળશે.

આદુની પેસ્ટ

આ એક દર્દનિવારક સાબિત થશે. જો આદુના પાવડરને પાણીમાં નાંખીને પીઓ કે તેની પેસ્ટ બનાવીને તે દુખાવાની જગ્યા પર લગાવો તો રાહત મળશે.

ગરમ શેક

જયારે દુખાવાની જગ્યા પર ગરમ શેક થાય છે તો લોહીનું પરિભ્રમણ થાય છે. જેનાથી દુખાવો ઓછો થાય છે.

યોગ્ય મુદ્રા

શરીરને યોગ્ય મુદ્રામાં રાખવાથી ગળાની પાછળનો દુખાવો ઓછો થાય છે. એક દિવાલ પર પોતાની પીઠ અને નિતંભને આડાવીને એકદમ ટટ્ટાર મુદ્રામાં ઉભા રહો. આવી જ મુદ્રામાં આખો દિવસ રહો.

ગરમ પાણીથી સ્નાન

સ્નાન કરતી વખતે ગરમ પાણીથી દુખાવાની જગ્યા પર ધાર કરો અથવા તો ગરમ પાણીના શાવર નીચે ઉભા રહો. આવું કરવાથી તમને થોડી જ વારમાં અસર દેખાશે.

હીંગ અને કપૂર

હીંગ અને કપૂરને સમાન માત્રામાં લઈને તેને સરસવનાં તેલમાં ભેળવી દેવું. આ મિશ્રણને બરાબર રીતે ફેટવું. આ પેસ્ટને ગળા પર લગાવીને હલકા હાથથી મસાજ કરવો.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,426 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 15

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>