5જી નેટવર્ક, જે બદલી નાખશે તમારી દુનિયા

5જી નેટવર્ક, જે બદલી નાખશે તમારી દુનિયા

ભારત જેવા વિકસશીલ દેશોમાં આજે જ્યારે 2જી અને 3જી નેટવર્કના પણ લોચા છે એવા સમયે વિશ્વના વિકસીત દેશો 5જી નેટવર્કની દિશામાં આગળ વધી રહ્યા છે. આ નેટવર્ક વિકસાવવાના પ્રયાસો શરૂ થયા છે ત્યારે સૌથી વધુ ઉત્સાહ વૈજ્ઞાનિકોમાં છે.અહેવાલ પ્રમાણે 5જી સેવા અત્યાર સુધીના નેટવર્કની સરખામણીએ ઘણી એડવાન્સ અને અલગ હશે.

જો તમે એવું માનતા હોવ કે આ નેટવર્કથી તમારા એપ અટક્યા વિના ચાલશે, ડાઉનલોડિંગની સ્પીડ વધી જશે. તો તમે સાચા છો, જોકે આ સિવાય પણ 5જી નેટવર્ક સાયન્સ વિજ્ઞાનને ધરમૂળથી બદલી દેશે એવું નિષ્ણાતો માની રહ્યા છે.

બ્રિટેનની યુનિવર્સિટી ઓફ સરેમાં 5જી ઈનોવેશન સેન્ટરની રિસર્ચ ટીમ આ દિશામાં સંશોધન કરી રહી છે. ટીમના વડા પ્રોફેસર રહિમ તફાઝોલી કહે છે, 5જીને કારણે દુનિયાભરમાં નાટકીય ફેરફારો આવશે. તેમના જણાવ્યા અનુસાર આ નેટવર્કને પગલે સ્માર્ટ શહેર એકબીજા સાથે જોડાશે. દૂર બેસીને સર્જરી કરી શકાશે, ડ્રાઇવર વિનાની કાર વાસ્તવિકતા બનશે અને બીજું ઘણું બધું….

આ રિસર્ચ ટીમ 5જી નેટવર્કને સમજાવતા કહે છે કે “તે રેડિયો સ્પેક્ટ્રમના સંયોજન જેવું છે.”ડેટા, રેડિયો તરંગો દ્વારા વહન કરશે અને રેડિયો તરંગો અલગ અલગ બેન્ડ્સ અથવા ફ્રિકવન્સીમાં ફંટાઈ જશે. 5જી માટે રેડિયો નેટવર્કના માળખાને નવેસરથી તૈયાર કરવાની જરૂર પડશે. આ સાથે જ 3જી અને 4જી નેટવર્ક પણ ચાલતા રહે તેવી વ્યવસ્થા થશે.નિષ્ણાતોના મતે આ નેટવર્ક અત્યંત ઝડપી હશે. તેમાં 800 જીબીપીએસની સ્પીડથી ડેટા ફ્લો થશે.

5જી નેટવર્ક, જે બદલી નાખશે તમારી દુનિયા

હાલમાં 5જી માટે જે સ્પીડ પર ટેસ્ટિંગ થઈ રહ્યું છે તેનાથી પણ સો ગણી સ્પીડ વાસ્તવમાં હશે.

વર્ષ 2013માં જ્યારે સેમસંગે 5જી નેટવર્કના ટેસ્ટિંગ માટેની વાત કરી ત્યારે એક જીબીપીએસની સ્પીડની આશા દર્શાવી હતી. તે વખતે એવી ધારણા હતી કે એચડી ફિલ્મ એક મિનિટથી પણ ઓછા સમયમાં ડાઉનલોડ કરી શકાશે.પરંતુ જો ખરેખરમાં 800 જીબીપીએસની સ્પીડ આવી તો 33 એચડી ફિલ્મો માત્ર એક સેકન્ડમાં ડાઉનલોડ થશે. જોકે આ બધી જ ધારણાઓ ત્યારે સાચી પડશે જ્યારે 5જી નેટવર્ક વાસ્તવિકતા બનશે. આ માટે હજી આપણે 2020 સુધી રાહ જોવાની રહી.

5જી નેટવર્કના વિકાસ માટે કામ કરતી કંપનીઓનું માનવું છે કે “આ નેટવર્કે ભવિષ્યમાં સંચાર સેવાઓની વધી રહેલી માગનો સામનો કરવો પડશે. 2020 સુધીમાં 50 અબજથી 100 અબજ જેટલી ડિવાઇસ ઈન્ટરનેટ સાથે જોડાઈ ચૂકી હશે. આથી જુદી જુદી ફ્રિકવન્સી બેન્ડ઼ પર કામ કરી રહેલા ઈન્ટરનેટ નેટવર્કે આ માંગને સંતોષવી પડશે.”

દક્ષિણ કોરિયામાં સેમસંગ હાલ 2018 સુધીમાં વિન્ટર ઓલિમ્પિકમાં પ્રાયોગીક ધોરણે આ નેટવર્કના પરીક્ષણની તૈયારીઓ કરી રહ્યું છે.

Comments

comments


4,376 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 4