3GB રેમ અને 2.3GHz પ્રોસેસર સાથે લોન્ચ થયો OnePlus X, જાણો ફીચર્સ અને કિંમત

3GB RAM and 2.3GHz processor, launched OnePlus X, priced at Rs 16,999

ચીની કંપની વનપ્લસે બે હાઈ એન્ડ સ્માર્ટફોન, OnePlus1 અને 2 પછી ત્રીજો ફોન OnePlus X લોન્ચ કરી દીધો છે. આ ફોન બે વેરાયટીમાં લોન્ચ કર્યો છે, જેની કિંમત 16,999 રૂ. થી શરુ થશે. કંપનીએ આની સાથે એક લિમીટેડ એડિશન Ceramic વેરાયટીને પણ પ્રસ્તુત કરી છે, જેની કિંમત 22,999 રૂ. છે.

OnePlus X Onyx વેરાયટી 5 નવેમ્બર થી ફક્ત ઇન્વાઇટના માધ્યમથી ભારતમાં વહેચવામાં આવશે જયારે લિમીટેડ એડિશન Ceramic વેરાયટીનું વેચાણ 24 નવેમ્બરે શરુ થશે.

3GB RAM and 2.3GHz processor, launched OnePlus X, priced at Rs 16,999

આ 3GB રેમ વાળા સ્માર્ટફોનને ભારતમાં બે વેરાયટી, Onyx અને Ceramic માં લોન્ચ કરવામાં આવ્યો. જેમાંથી Ceramic માં વેરિયેંટ લિમીટેડ એડિશન હશે.

એન્ડ્રોઇડ લોલીપોપ પર બનેલ Oxygen OS માં ચાલનાર OnePlus X સ્માર્ટફોનમાં 3GB રેમની સાથે 2.3GHz નું ક્વોલકોમ સ્નેપડ્રેગન 801 પ્રોસેસર લગાવવામાં આવ્યું છે. ફોનની ઇન્ટરનલ મેમરી 16GB ની છે. આ ફોનમાં પણ કંપનીનું ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 2 ની જેમજ હાર્ડવેર એલર્ટ ‘સ્લાઇડર અને કેપેસીટીવ’ આપવામાં આવી છે.

આ 4G સ્માર્ટફોન માં ફૂલ એચડી AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. સાથે જ આમાં એલઇડી ફ્લેશની સાથે 13 મેગાપિક્સલનો રિયર અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

ભારતીય બજારમાં આ ફોનને Moto X Play સાથે મોટી ટક્કર મળવાની આશા છે, કારણકે આ બંને ફોનનું સ્પેસીફીકેશન અને કિંમત લગભગ સમાન જ છે.

સ્પેસીફીકેશન

3GB RAM and 2.3GHz processor, launched OnePlus X, priced at Rs 16,999

પ્રોસેસર :- 2.3GHz નું ક્વાલકોમ સ્નેપડ્રેગન 801 ક્વાડકોર

રેમ :- 3GB

કેમેરો :- 13 મેગાપિક્સલનો રિયર અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ

ડિસ્પ્લે :- 5 ઇંચ ફૂલ એચડી (1920X1080) AMOLED

મેમરી :- 16GB

બેટરી :- 2,525 mAh

ઓએસ :- એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ આધારિત Oxygen OS

3GB RAM and 2.3GHz processor, launched OnePlus X, priced at Rs 16,999

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,601 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>