2TB એક્સપેન્ડેબલ મેમરી સાથે એલજીએ લોન્ચ કર્યો LG G Stylo સ્માર્ટફોન

Expendeble  2TB Memory smartphone LG has launched LG G Stylo

LG કંપનીએ મિડરેન્જ સ્માર્ટફોન G Stylo લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનને કંપનીએ સાઉથ કોરિયામાં લોન્ચ કર્યો છે. કંપની પ્રમાણે 5મે એ આ સ્માર્ટફોનને ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે. G Styloની કિંમત કંપનીએ 400,000 KRW(લગભગ 23,000 રૂપિયા)રાખી છે. તમને જણાવી દઇએ કે LG એ ગયા અઠવાડિએ પોતાનો G4 ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. કંપનીએ આ સ્માર્ટફોનને એન્ડ્રોઇડના લેટેસ્ટ ઓપરેટિંસ સિસ્ટમ વર્જન 5.0 લોલીપોપ સાથો લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની ખાસિયત એ છે કે તેમાં માઇક્રો એસડી કાર્ડની મદદથી 2 TB સુધી મેમરી વધારી શકાય છે. તમને જણાવી દઇએ કે હાલમાં 2 TBનુ માઇક્રો એસડી કાર્ડ બજારમાં ઉપલબ્ધ નથી.

LG G Stylo ના ફિચર્સ -

LG એ G Stylo માં 5.7 ઇંચની HD ડિસ્પ્લે આપી છે જે (720*1280 પિક્સલ) રિઝોલ્યુશન ક્વોલિટી આપે છે. આ સ્માર્ટફોનમાં 1.2 GHz નુ ક્વાડ-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 410 પ્રોસેસર આપવામાં આવ્યુ છે. તેમાં 1.5 GB રેમ આપવામાં આવી છે.

Expendeble  2TB Memory smartphone LG has launched LG G Stylo

આ સ્માર્ટફોનના બાકીના ફિચર્સ વિશે વાત કરીએ તો તેમાં LED ફ્લેશ સાથે 8 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે 5 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 8 GB ઇન્ટર્નલ મેમરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી ફિચર્સ માટે ફોનમાં 4.1, Wi-Fi, NCF, GPS અને USB 2.0 જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે . કંપની પ્રમાણે ફોનનુ વજન 163 ગ્રામ છે. આ સ્માર્ટફોનમાં 3000 mAh પાવરની બેટરી આપવામાં આવી છે. જો કે કંપનીએ ટોકટાઇમ અને સ્ટેન્ડબાય ટાઇમ વિશે કોઇ જાણકારી નથી આપી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,675 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>