પેનાસોનિકનો નવો સ્માર્ટફોન લૉન્ચ, કિંમત 4990

Panasonic launched a new smartphone that supports 21 languages, Price 4990

પેનાસોનિક (Panasonic) કંપનીએ ભારતીય માર્કેટમાં પોતાના નવા લૉ બજેટ સ્માર્ટફોનને લૉન્ચ કરી દીધો છે. Panasonic T33 નામથી લૉન્ચ થયેલા આ સ્માર્ટફોનની કિંમત 4,990 રૂપિયા રાખવામાં આવી છે. ફોનમાં ડ્યુલ સીમની સાથે 1.2GHz ક્વાડ-કોર પ્રોસેસર આપ્યું છે. આ ફોન 21 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે યૂઝર્સ ફોનને મીડ જૂલાઇ પછી ખરીદી શકશે.

Panasonic T33ના ફિચર્સ

Panasonic T33 ડ્યુલ સીમ (GSM+GSM) સ્માર્ટફોન છે જે એન્ડ્રોઇડના વર્ઝન 4.4.2 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ હેન્ડસેટમાં 4 ઇંચની WVGA TFT સ્ક્રીન આપી છે જે 480×800 પિક્સ્લ રિઝોલ્યુશન ડિસ્પ્લે આપે છે. કંપનીએ ફોનમાં 1.2GHz ક્વાડકોર પ્રોસેસર આપ્યું છે. સાથે 512MB રેમ આપી છે. ફોનની ઇન્ટરનલ મેમરી 4GBની છે માઇક્રો SD કાર્ડની મદદથી તેને 32GB સુધી વધારી શકાય છે.

Panasonicએ પોતાના આ હેન્ડસેટમાં 3 મેગાપિક્સલનો ફિક્સ્ડ ફોકસવાળો રિયર કેમેરો આપ્યો છે તો ફ્રન્ટ કેમેરો પણ 0.3 મેગાપિક્સલનો આપ્યો છે. મેઇન કેમેરો LED ફ્લેશની સાથે આવે છે.

Panasonic T33ના ફિચર્સ

Panasonic launched a new smartphone that supports 21 languages, Price 4990Panasonic launched a new smartphone that supports 21 languages, Price 4990

ફોનની કનેક્ટિવીટીની વાત કરીએ તો Panasonic T33માં GPRS/ EDGE, 3G, GPS/ A-GPS, વાઇ-ફાઇ 802.11 b/g/n, માઇક્રો USB અને બ્લૂટૂથના ઓપ્શન આપેલા છે. હેન્ડસેટમાં 1500mAhની બેટરી આપી છે. જોકે, આના બેકઅપ વિશે કંપનીએ કોઇજ માહિતી આપી નથી. Panasonic T33નું ડાયમેન્શન 125.8x65x10.1 mm અને વજન 126 ગ્રામ છે. આ પર્લ વ્હાઇટ અને ડ્યુક બ્લુ કલરમાં ઉપલબ્ધ છે. Panasonic T33માં 21 પ્રાંતિય ભાષાઓ પણ પ્રી-લોડેડ છે. આવા ફિચર્સની સાથે માઇક્રોમેક્સ, લાવા અને આઇબોલ કંપનીઓના સ્માર્ટફોન પણ આવી રહ્યા છે.

Panasonic T33ની લૉન્ચિંગ ઇવેન્ટમાં પેનાસોનિક ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનીશ શર્માએ કહ્યું કે, “T33 સ્માર્ટફોનને ભારતમાં અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકોની ભાષાઓની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યો છે. હવે લોકો પાસે પોતાની ભાષામાં કામ કરવાનો વિકલ્પ હાજર છે. અમને આશા છે કે આ ફિચર્સની સાથે કસ્ટમર સરળતાથી કૉમ્યુનિકેટ કરી શકશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,405 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>