2019 સુધીમાં મોબાઈલ ડેટાનો 60 ટકા ટ્રાફિક વાઈફાઈ વહન કરશે

By 2019, 60 percent of mobile data traffic will carry Wi-Fi

વિશ્વભરમા જે પ્રકારે મોબાઈલ વપરાશકારોની સંખ્યા વધી રહી છે તે જોતા આગામી સમયમાં મોબાઈલ ડેટાનો વપરાશ પણ એટલો જ વધશે, જો કે જે પ્રકારે વાઈફાઈ નેટવર્કનું ચલણ વધી રહ્યું છે તે જોતા 2019માં મોબાઈલ ડેટાનો 60 ટકા ટ્રાફિક વાઈફાઈ વહન કરતું હશે એવું એક સંશોધનમાં બહાર આવ્યું છે.

સ્માર્ટફોન અને ટેબલેટના મોબાઈલ ડેટાનો 60 ટકા ટ્રાફિક 2019 સુધીમાં વાઈફાઈ નેટવર્ક વહન કરતું થઈ જશે એવું એક સંશોધનમાં બહાર આવ્યું છે, હાલના વર્ષમાં જે 30000 પીટાબાઈટ્સ (પીબી) ડેટા વપરાય છે તેની સરખામણીએ 2019 સુધીમાં તેનો વપરાશ 115,000પીબી સુધી પહોંચી જશે, હાલના વર્ષના વપરાશ કરતાં લગભગ ચાર ગણો વધી જશે.

મોબાઈલ ડેટા ઓફલોડ અને ઓનલોડઃ વાઈફાઈ સ્મોલ સેલ એન્ડ નેટવર્ક સ્ટ્રેટેજીસ 2015-2019ના નવા રિસર્ચમાં જોવા મળ્યું છે કે મોબાઈલ ડેટા ઓફલોડ ( મોબાઈલ નેટવર્ક પરથી વાઈફાઈ નેટવર્ક પર ડેટાનું સ્થળાંતર) થવાથી આ ઈન્ડસ્ટ્રીઝના જે સ્ટેકહોલ્ડર છે તેમને કેટલાક ચાવીરૂપ ફાયદાઓ થાય છે. ઓફલોડને કારણે ગાઢ કવરેજ મળે એટલું જ પુરતું નથી પણ તેના કારણે VoWi-Fi (Wi-Fi Calling) જેવી નવી સેવા ઊભી થાય છે અને તેના કારણે 3G/4G સેવાઓનો ઉપયોગ વધે છે.

જોકે આ રિસર્ચમાં એવી ચેતવણી પણ દર્શાવવામાં આવી છે કે વાઈફાઈ ઓફલોડને કારણે અસરકારક જમાવટ અને રોકાણના વળતર માટે ઓપરેટરો સામે પડકાર ઊભો થશે. ઓપરેટરોએ સમસ્યારૂપ વિસ્તારોમાં પોતાના વાઈફાઈ ઝોન ઊબાક રવા પડશે અથવા વાઈફાઈ હોટસ્પોટ ઓપરેટર સાથે ભાગીદારી કરવી પડશે.

By 2019, 60 percent of mobile data traffic will carry Wi-Fi

વધારામાં ખાસ કરીને અમેરિકામાં ઓપરેટરોએ રહેણાંકના ગ્રાહકોને ક્મ્યુનિટી હોટસ્પોટ પ્રોવાઈડર્સમાં ફેરવવા પડશે. વાઈફાઈ પ્રોવાઈડર iPassના જણાવ્યા અનુસાર 2014માં 40 મિલિયન કમ્યુનિટી હોટસ્પોટ હતા અને હવે હાલના વર્ષમાં તે વધીને બગણાથી વધુ થઈને 90 મિલિયન સુધી પહોંચી જાય તેવી આશા છે.

અન્ય વૈશ્વિક મોબાઈલ ડેટા ટ્રાફિક હાઈલાઈટ્સ

– 2019માં સ્માર્ટફોન, ફિચરફોન અને ટેબલેટ જેવા ડિવાઈસ મળીને જે વૈશ્વિક મોબાઈલ ડેટા ટ્રાફિક વપરાશે તે 197,000 પીબી રહેશે એવી આગાહી થઈ રહી છે.

– જ્યુનીપરે બાંધેલા વૈશ્વિક અંદાજ અનુસાર 2015માં ટેબલેટ જેટલો ટ્રાફિક વાપરશે તેનાથી ડબલ જેટલો ટ્રાફિક સ્માર્ટફોન વાપરશે.

– ભારતીય ઉપખંડ જેવા વિસ્તારોમાં વિકસતા જતા બજારને કારણે એવી આગાહી થાય છે કે અહીં ઉચો ગ્રોથ રેટ નોંધાશે અને ભારતના ઓપરેટરોએ અત્યારથી જ ડેટા વપરાશમાં થયેલા 10 ટકાના વધારાના સાક્ષી બન્યા છે ત્યારે આગામી પાંચ વર્ષમાં કુલ વૈશ્વિક મોબાઈલ ડેટા ટ્રાફિકમાં તેની હિસ્સેદારી ઘણી વધી જશે.

– 2019માં ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપમાં સાથે મળીને વૈશ્વિક મોબાઈલ ડેટામાં 50 ટકા હિસ્સેદારી રહેશે.

Comments

comments


3,719 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 6 =