સસ્તો થયો Xiaomi Redmi Note 4G સ્માર્ટફોન, કિમત 2000

Rs 2,000 was the cheapest Xiaomi Redmi Note 4G smartphone features such as

ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની શ્યાઓમીએ પોતાના રેડમી નોટ 4G સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. કિંમતમાં 2000 રૂપિયાનો કાપ મુક્યો છે. હવે ભારતીય બજારમાં આ ફોન 7,999માં તમે ખરીદી શકો છો. યુઝર્સ આ ફોનને ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને અમેઝોન પરથી ખરીદી શકે છે. કંપનીએ આ સ્માર્ટફોનને 9,999 રૂપિયામાં લૉન્ચ કર્યો હતો.

તમને કહી દઇએ કે જૂમમાં ત્રીજીવાર એવું બન્યું છે કે કંપનીએ પોતાના સ્માર્ટફોનને સસ્તો કર્યો હોય. આ પહેલા કંપનીએ Mi 4 64GB વેરિએન્ટની કિંમતમાં 4 હજાર રૂપિયાનો ઘટાડો કર્યો હતો. કંપનીએ Mi4ના 64GB વેરિએન્ટને 23999 રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કર્યો હતો. પણ હવે તેને ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર 19,999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે.
ત્યારપછી કંપનીએ Mi 4ના 16GB વેરિઅન્ટને 3000 રૂપિયા સસ્તો કર્યો હતો. આ ફોનને યુઝર્સ 14,999 રૂપિયામાં ખરીદી શકે છે. આને કંપનીએ 19,999 રૂપિયાની કિંમતમાં લૉન્ચ કર્યો છે.

Xiaomi Redmi Note 4Gના ફિચર્સ

* ડિસ્પ્લે અને ડિઝાઇન

રેડમી નોટની ડિઝાઇન આગળના બે ફોન જેવી જ છે. આમાં પણ 5.5 ઇંચની સ્ક્રીનની સાથે HD રિઝોલ્યુશન (720*1280 પિક્સલ) મળે છે. આ ફોનમાં 267 પિક્સલ પ્રતિ ઇંચ ડેન્સિટી આપવામાં આવી છે. IPS LCD કેપેસિટીવ ટચ સ્ક્રીન મલ્ટીટચ સપોર્ટ કરે છે.
આ ફોનનું બોડી ડાયમેન્શન 154 x 78.7 x 9.5 mmનું છે. 199 ગ્રામ વજનનો આ ફોન થોડો ભારે તો છે પરંતુ જોવામાં બહુ સ્ટાઇલીશ છે.

Rs 2,000 was the cheapest Xiaomi Redmi Note 4G smartphone features such as

* બેટરી અને ઓપરેટિંગ સિસ્ટમ

3200 mAh બેટરી પાવરના આ ફોનમાં એન્ડ્રોઇડ 4.2 જેલીબીન ઓપરેટિંગ સિસ્ટમ આપી છે. જે માર્કેટ ટ્રેન્ડના હિસાબથી આમ તો જુની કહેવાશે.

* પ્રોસેસર અને ગ્રાફિક્સ

આ ફોનમાં ઓક્ટાકોર પ્રોસેસર છે. તે ક્વાડકોર 1.7 GHz કોર્ટેક્સ A7 પ્રોસેસર છે. તેની સાથે MALI 450MP4 ગ્રાફિક્સ પ્રોસેસર આપવામાં આવ્યું છે.

* રેમ અને મેમરી

Rs 2,000 was the cheapest Xiaomi Redmi Note 4G smartphone features such as

2GB રેમની સાથે ફોનમાં 8GB ઇન્ટરનેલ મેમરી આપવામાં આવી છે. આ ઉપરાંત ફોનમાં 32 GB સુધી મેમરીને એસડી કાર્ડની મદદથી વધારી શકાય છે.

* કનેક્ટિવીટી

ફોનમાં કનેક્ટિવીટી માટે GPRS, EDGE, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 4.0 અને માઇક્રો યુએસબી પોર્ટ આપવામાં આવ્યો છે.

* કેમેરા

આ ફોનમાં 13 મેગાપિક્સવાળો રિયર કેમેરો આપ્યો છે તેનાથી 4128 x 3096 પિક્સલ ક્વૉલિટી વાળી ફોટોગ્રાફી કરી શકાય છે. આ ઓટોફોકસ કેમેરો LED ફ્લેશની સાથે આવે છે. વીડિયો ક્વૉલિટી ફૂલ એચડી (1080 પિક્સલ ક્લૉલિટીનો વીડિયો, 30 ફ્રેમ્સ પ્રતિ સેકન્ડના હિસાબે) ક્વૉલિટી આપે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે.

* ઓપરેટિંગ સિસ્ટમ અને યૂઝર્સ ઇન્ટરફેસ

Rs 2,000 was the cheapest Xiaomi Redmi Note 4G smartphone features such as

આ ફોન એન્ડ્રોઇડના જુના વર્ઝન જેલીબીન 4.2.2 ઓપરેટિંગ સિસ્ટમની સાથે આવે છે. તેની સાથે કસ્ટમ યુઝર્સ ઇન્ટરફેસ જીઓમીનું MI વર્ઝન 6 ઉપલબ્ધ છે. આ ઇન્ટરફેસ યૂઝર્સને પોતાની જરૂરિયાતો પ્રમાણે ફિચર્સ સેટ કરવાનો મોકો આપે છે.
આ યૂઝર ઇન્ટરફેસ કલરફૂલ છે અને દેખવામાં બહુ જ સિમ્પલ છે. સેન્ટર ટૉગલ સ્વિચ (લૉક સ્ક્રીન) મ્યૂઝીક કંન્ટ્રોલ પેનલ, નોટિફિકેશન, કોલ્સ, રિમાઇન્ડર્સ, એપ નોટીસ સહિતના ફિચર્સ સપોર્ટ કરે છે. યુઝર્સ માટે વિઝ્યુઅલ મેનુ અને વૉઇસ સર્વિસ કૉલ્સ ઉપલબ્ધ છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,143 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>