શ્યાઓમી સસ્તો કર્યો સ્માર્ટફોન Mi 4 64 GB વેરિએન્ટ

Rs 2,000 was the cheapest Xiaomi Mi 4 64 GB variant, is such a feature

શ્યાઓમીએ જુલાઇ મહિનામાં લૉન્ચ કરેલા Mi 4 64 GB વેરિએન્ટની કિંમતમાં 2000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. કંપની ભારતમાં પોતાની પહેલી એનવર્સરી મનાવી રહી છે ત્યારે યૂઝર્સને રોજ નવાનવા સરપ્રાઇઝ આપે છે. હવે શ્યાઓમી Mi 4 64 GB વેરિએન્ટ 17,999 રૂપિયામાં મળે છે. સ્માર્ટફોન લૉન્ચ કરાયો ત્યારે તેની કિંમત 23,999 રૂપિયા હતી. કંપનીએ થોડા સમય પહેલા આ સ્માર્ટફોનમાં 4000 હજાર રૂપિયા ઘટાડ્યા હતા અને હવે ફરીથી તેમાં 2000 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

Xiaomi Mi 4 64 GB વેરિએન્ટના ફિચર્સ

MIUI 6

આ સ્માર્ટફોનમાં કંપનીએ MIUI વર્ઝન 6 યૂઝર ઇન્ટરફેસ આપ્યું છે. જે સ્ક્રીનને iOS (એપલ ઓપરેટિંગ સિસ્ટમ) જેવો લુક આપે છે. આ ફિચર્સના કારણે નોટિફિકેશન, ફિચર્સ કસ્ટમાઇઝ તેમજ કૉલ જેવા કેટલાક કામો સરળતાથી કરી શકાય છે. આ યૂઝર ઇન્ટરફેસનું અપડેટ Mi3, રેડમી નોટ 4Gમાં ફેબ્રુઆરી અને માર્ચમાં થશે.

પાવર અને મેમરી

ફોનમાં કંપનીએ 2.5 GHzનું ક્વાલ કોમ સ્નેપડ્રેગન 801 ક્વાડ-કોર પ્રોસેસર આપ્યું છે. ડિસ્પ્લે સ્ક્રીન મીડ રેન્જની જ છે. આ ઉપરાંત ફોનમાં પાવરફૂલ પ્રોસસર આપ્યું છે જે હાઇસ્પીડ સાથે કામ કરે છે. મલ્ટી ટાસ્કીંગ શોખીનો માટે ફોનમાં 3 GB રેમ આપવામાં આવી છે. તેની સાથે 2.5 GHzનું પ્રોસેસર છે. 3080 mAhની દમદાર બેટરી છે જે 280 કલાકનો ટૉકટાઇમ આપે છે.

Rs 2,000 was the cheapest Xiaomi Mi 4 64 GB variant, is such a feature

આઇફોન જેવો લુક

Xiaomiનો Mi 4 64 GB સ્માર્ટફોન લુકમાં આઇફોન 5 અને આઇફોન 5S જેવો જ છે. આ એક બેસ્ટ એન્ડ્રોઇડ ડિવાઇસ છે. ફોનમાં કંપનીએ સ્ટેઇનલેસ સ્ટીલની રીમ (સાઇડ બૉડી) આપી છે અને મેટાલિક ફ્રેમના કારણે થોડોક ક્લાસિક લુક લાગે છે. સાઇડમાં વૉલ્યુમ રૉકર બટન આપ્યું છે તેનાથી ડિઝાઇન સારી દેખાય છે. ફોનમાં ફ્રન્ટ સ્પીકર્સની જેમ પ્લાસ્ટીક બેન્ડની જગ્યાએ મેટલ ફેમિંગ આપ્યું છે જેનાથી ફોનને ડેમેજ થવાની સમસ્યા ઓછી છે.

ડિસ્પ્લે

Xiaomi Mi 4માં 5 ઇંચની ડિસ્પ્લે છે જે ફૂલ એચડી (1920*1080 પિક્સલનું રિઝોલ્યુશન) આપે છે. શ્યાઓમી કંનની અનુસાર, આ ફોન આઇફોન 5Sથી 17 ટકા વધારે સારી ડિસ્પ્લે ક્વૉલિટી આપે છે. તેની બૉડી સ્ક્રીન 72.3 ટકા છે. ફોનમાં 441 પિક્સલ પ્રતિ ઇંચની ડિન્સિટી છે જેના કારણે વિજીબીલીટી સૌથી સારી મળે છે. તેની LCD કેપેસિટીવ ટચ સ્ક્રીન 16 મિલિયન કલર ડિસ્લ્પે કલર આપે છે.

ઓપરેટિંગ સિસ્ટમ અને યૂઝર ઇન્ટરફેસ

શ્યાઓમી Mi4માં એન્ડ્રોઇડની કિટકેટ 4.4.3 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. તેની સાથે MIUI વર્ઝન 6 યૂઝર ઇન્ટરફેસ આપ્યું છે. આ ઇન્ટરફેસની ખાસિયત તેનું સેટિંગ્સ છે તેની મદદથી યૂઝર ફોનમાં કલર, મોશન, કન્ટ્રોલ, કસ્ટમાઇઝેશન અને સિક્યુરિટી કંન્ટ્રોલ કરી શકે છે. MIUIના કારણે હોમ સ્ક્રીન iOS જેવી જ દેખાય છે.

Rs 2,000 was the cheapest Xiaomi Mi 4 64 GB variant, is such a feature

કેમેરા ફિચર્સ

MIUI યૂઝર ઇન્ટરફેસના કારણે ફોનમાં મેન્યુઅલ કેમેરાનો કંન્ટ્રોલ ખુબ સારો આપ્યો છે. આ ઉપરાંત ઓટો કન્ટ્રોલ પણ છે. cnet વેબસાઇટના કેમેરા ટેસ્ટીંગમાં રિવ્યુઅરના અનુસાર, આ ફોન સારામાં સારો કેમેરા શોટ લઇ શકે છે. ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે. જે સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે સારો સાબિત થઇ શકે છે. ફ્રન્ટ કેમેરો ફૂલ એચડી સાથે આવે છે.

કાર્ડ સ્લોટ નથી

જો મેમરીની વાત કરવામાં આવે તો ફોનમાં એક મોટી ખામી છે ફોનમાં મેમરી કાર્ડ સ્લોટ નથી આપ્યું. કંપની અનુસાર, બેટરી ચાર્જિંગની બાબતે આ ફોન સૌથો સારો છે. Xiaomiના CEO લી જૂનના અનુસાર જો ફોનને નોરમલ વાપરવામાં આવે તો ફોન 60 ટકા ચાર્જિંગ ફક્ત 1 કલાકમાં જ પુરુ કરી દે છે.

બેટરી

કંપની અનસાર, Xiaomi Mi 4માં 3080mAh બેટરી આપી 250 કલાકનો સ્ટેન્ડબાય ટાઇમ આપે છે. બેટરી નોનમૂવેબલ છે. જો તમને ટ્રાવેલ કરવાનો શોખ હોય તો સાથે પોર્ટેબલ ચાર્જર રાખવું પડશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,905 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 56

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>