Sony એ લૌન્ચ કર્યો Xperia Z3+ સ્માર્ટફોન લૉન્ચ, જાણો ફીચર્સ

20.7 MP camera with Sony to launch Xperia Z3 + smartphones

સોનીએ પોતાનો લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન એક્પીરિયા Z3+ને ભારતીય બજારમાં લૉન્ચ કરી દીધો છે. કંપનીએ ફોનને એક્વા ગ્રીન, બ્લેક, કોપર અને વ્હાઇટ કલરમાં લૉન્ચ કર્યો છે. કંપનીએ આ Sony Xperia Z3+ ફોનને જાપાનમાં Sony Xperia Z4ના નામથી લૉન્ચ કર્યો છે.

કિંમત અને ઉપલબ્ધતાઃ

ફોનની કિંમત 55990 રૂપિયામાં રાખી છે અને તેનું વેચાણ જૂલાઇથી શરૂ થશે.

શું છે Xperia Z3+માં ખાસ

એક્સપિરીયા સીરિઝના દરેક હાઇરેન્જ સ્માર્ટફોનની જેમ આ ફોન પણ વૉટરપ્રૂફ છે. આ ફોનમાં 5.2 ઇંચની ટ્રિલિમીનસ ડિસ્પ્લે સ્ક્રીન છે. જે 1920*1080 પિક્સલ રિઝોલ્યુશનવાળી એલઇડી ડીસ્પ્લે ધરાવે છે. ફોનનું પાવરફૂલ ફિચર્સ એ કે તેમાં કંપનીએ 3GB રેમ આપી છે.

20.7 MP camera with Sony to launch Xperia Z3 + smartphones

Xperia Z3+ફોનના પ્રોસેસરની વાત કરીએ તો આમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 810 ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 32GB ઇન્ટરનલ મેમરી છે તેને એસડી કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે. આ ઉપરાંત ફોન એન્ડ્રોઇડ 5.0 લૉલીપોપ ઓપરેટીંગ સિસ્ટમ પર કામ કરે છે.

કેમેરાની વાત કરીએ તો 20.7 મેગાપિક્સલનો દામદાર રિયર કેમેરો આપ્યો છે. તો સામે 5.1 પણ મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. તેમાં એક્સમોર R સેન્સર અને 25mm વાઇડ એન્ગલ લેન્સ છે. ફોન 4K સુધીનો વીડિયો રેકોર્ડ કરી શકે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,511 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>