ઇટાલીના પો ડેલ્ટામાં ગયા સપ્તાહમાં ડિનો ફેરારી નામના એક માછીમારે 8 ફૂટ 9 ઇંચ લાંબી અને 19 ટન વજનની વેલ્સ કેટફિશ નામની એક માછલી પકડી હતી જે ફિશરરો઼ડ દ્વારા પકડાયેલી સૌથી મોટી માછલી હોઇ શકે છે. ડિનોએ ફિશરરોડની મદદથી સૌથી વજનદાર અને લાંબી માછલી પકડવાનો વર્લ્ડરેકોર્ડ બનાવ્યો હતો. આ માછલી સીટફિશના નામે પણ ઓળખાય છે અને મોટેભાગે તે યુરોપમાં જોવા મળે છે. વેલ્સ કેટફિશ નામની માછલી વધારેમાં વધારે 13 ફૂટ લાંબી હોઇ શકે છે પરંતુ સાત ફૂટ કરતા વધુ લાંબી માછલી પકડવી દુર્લભ છે.
ધ મિરરના અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં પો ડેલ્ટામાંથી 22 ટન વજનની 9 ફૂટ લાંબી કેટફિશ માછલી પકડવામાં આવી હતી. ગયા ડિસેમ્બર મહિનામાં સામ લી નામના 14 વર્ષના બાળક અને તેના પિતાએ સ્પેનમાં આઠ ફૂટ લાંબી અને 14 ટન વજનની કેટફિશ માછલી પકડી હતી. કેટફિશનું આયુષ્ય 30 વર્ષ સુધીનું હોય છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર