ગેલેક્ષી નોટ 5 ના ફીચર્સ વિષે જાણો

16MP camera, powerful processor, stylish look, will arrive Galaxy Note 5

છેલ્લા કેટલાક વર્ષોમાં સેમસંગે પોતાના ગેલેક્સી નોટ ડિવાઇસ બર્લિનમાં યોજાતા IFA (દર વર્ષે સપ્ટેમ્બરમાં યોજાય છે) માં લોન્ચ કરવામાં આવે છે. આ ફોન એપલના આઇફોન સાથે લોન્ચ થાય છે. આ વર્ષે પણ આઇફોન 7 અને સેમસંગ ગેલેક્સી નોટ 5 સાથે લોન્ચ થઇ શકે છે.

આ વર્ષે પણ ગયા વર્ષની જેમ સેમસંગ પોતાના બે સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. જેમાં એક ગેલેક્સી નોટ 5 અને બીજો ડ્યુઅલ એઝ સ્ક્રિન વાળો સ્માર્ટફોન હોઇ શકે છે. આ બન્ને સ્માર્ટફોન પહેલાના વેરિએન્ટ કરતા દમદાર હશે. તમને જણાવી દઇએ કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સેમસંગે ગેલેક્સી નોટ4 અને ગેલેક્સી નોટ એઝ (સિંગલ સીમ કર્વ્ડ સ્ક્રિન) લોન્ચ કર્યો હતો. સેમસંગ

ગેલેક્સી નોટ 5ના ફિચર્સ ને લઇને અલગ-અલગ સુત્રો દ્વારા કેટલીય વાતો બહાર આવી રહી છે. Janvajevu.com તમને સેમસંગ ગેલેક્સી નોટ 5ની લિક થયેલા ફિચર્સ અને અફવાહો વિશે જણાવી રહ્યુ છે.

પાવરફુલ પ્રોસેસર

ગેલેક્સી નોટ 5માં Exynos 7422 ચિપસેટ હોઇ શકે છે. તે ખુબજ પાવરફુલ પ્રોસેસર હશે. જેમાં કસ્ટમ મેડ CPU, GPU, RAM સ્ટોરેજ અને મોડમ હશે. રિપોર્ટ પ્રમાણે સેમસંગ સેકન્ડ જનરેશન ગેલેક્સી નોટ એઝનુ ટેસ્ટિંગ પણ કરી રહ્યુ છે. આ ફોન પણ સિપ્ટેમ્બરમાં લોન્ચ થઇ શકે છે. પ્રોજેક્ટ જેન અંતર્ગત બનાવવામાં આવી રહેલા આ ફોનમાં 5.4 અથવા 5.5 ઇંચની સ્ક્રિન હોઇ શકે જે AMOLED ડિસ્પ્લે સ્ક્રિન વાળા ફોન રાઉન્ડ ડિસ્પ્લે સાથે આવી શકે છે.

2K અથવા 4K રિઝોલ્યુશન

SamMobile ના એક રિપોર્ટ પ્રમાણે આગામી સ્માર્ટફોનમાં સેમસંગ અત્યાર સુધીના સૌથી પાવરફુલ એન્ડ્રોઇડ ફેબલેટ વિશેની જાણકારી સામે આવી છે. આ રિપોર્ટમાં સામે આવ્યુ છે કે સેમસંગ હાલમાં ઘણા પિપોર્ટ્સ આવ્યા છે કે સેમસંગ હાલમાં ઘણા બધા કોન્સેપ્ટ્સ પર ટેસ્ટ કરી રહ્યુ છે. પબ્લિશ થયેલા રિપોર્ટ પ્રમાણે ગેલેક્સી નોટ 5 માં 2K રિઝોલ્યુશન ડિસ્પ્લે હશે. આ ઉપરાંત કેટલાક સુત્રોના જણાવ્યા પ્રમાણે ફોનમાં 4K પેનલ પણ હોઇ શકે છે. 2K રિઝોલ્યુશનનો મતલબ HD થી 4 ગણી વધારે સારી સ્ક્રિન અને 4K રિઝોલ્યુશનનો મતલબ HD થી 8 ગણી વધારે સારી સ્ક્રિન ક્વોલિટી.

16MP camera, powerful processor, stylish look, will arrive Galaxy Note 5

પ્રિમિયમ ડિઝાઇન

સેમસંગનો નેક્સ્ટ જનરેશન ગેલેક્સી નોટ 5 નવી ડિઝાઇન સાથે આવશે. તેમાં મેટલ અને ગ્લાસનો ઉપયોગ કરવામાં આવશે જેવી રીતે ગેલેક્સી એસ 6માં કરવામાં આવ્યો હતો. સેમસંગ આ ફોનને બનાવવા માટે લેધરનો ઉપયોગ કરી શકે છે. આ લક્ઝરી ફોન પ્રિમિયન લુકમાં હશે જેથી પોતાના કોમ્પિટિટર્સને ટક્કર આપી શકે.

પ્રોજેક્ટ ઝેન(ડ્યુઅલ એઝ વેરિએન્ટ)

ગયા વખતે ગેલેક્સી નોટ એઝ સિંગલ એઝ સ્ક્રિન સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંત સેમસંગ હવે પોતાના સિક્રેટ પ્રોજેક્ટ અંતર્ગત એઝ સ્ક્રિન વાળા ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ હેન્ડસેટમાં 5.4 અથવા 5.5 ઇંચની AMOLED ડ્યુઅલ એઝ કર્વ્ડ સ્ક્રિન હશે આ ઉપરાંત, હેક્સા કોર સ્નેપડ્રેગન પ્રોસેસર 16 મેગાપિક્સ રિયર કેમેરા સાથે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન અને 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો હોઇ શકે છે.

એન્ડ્રોઇડ M

ગેલેક્સી નોટ 5માં ગૂગલની નવી એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ (એન્ડ્રોઇડ M 6.0) હશે. એન્ડ્રોઇડ M નુ લોન્ચિંગ આ વર્ષની ગૂગલ I/O કોન્ફરન્સ (28 મે અને 29 મે)માં થઇ શકે છે. જો ખબરોનુ માનીએ તો આવનાર એન્ડ્રોઇડમાં હાલ કરતા વઘારે પ્રાયવેસી ફિચર્સ હશે. આ ઉપરાંત એન્ડ્રોઇની ડિઝાનિંગમાં પણ ઘણો ફેરફાર હોઇ શકે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,608 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 7 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>