પાણીમાં ટાપુની જેમ તરતા આ શહેરની સુંદરતા કોઈને પણ આકર્પે તેવી છે. ઇટલીનું વેનિસ શહેર પણ તેની આવી ખાસિયતોને કારણે બધાથી અલગ છે. અહીં 120 ટાપુ હોવાથી તે સિટી ઓન વૉટર તરીકે પણ ઓળખાય છે. નવાઈની વાત એ છે કે અહીં રોડ, બસ, ટેક્સી , ટ્રામ કે બાઈક જોવા નથી મળતાં. તમારે અહીં ચાલતા કે બોટમાં બેસીને જ ફરવું પડે છે. આ નાવને ગોડોલા કહેવાય છે. દરવર્ષે 1-2 મિમિ પાણીમાં ડુબી રેહલાં આ શહેરમા દરવર્ષે 2 કરોડ પ્રવાસીઓ આવે છે. આ શહેરને ‘S’ શેપમાં બનેલી ગ્રાન્ડ કેનાલ બે ભાગમાં ડિવાઈડ કરે છે. 2.5 માઈલ સુધીની આ નહેર 16 ફૂટ ઊંડી છે. અહીની એ ગલીને દુનિયાની સૌથી સાંકડી ગલી માનવામાં છે, જેની પહોળાઈ છે માત્ર 53 સેન્ટીમીટર. દુનિયાભરમાં પ્રથમ ગ્રેજ્યુએટ થનારી મહિલા એલેનો લુક્રેજિયા કોરનારો પણ અહીના જ હતા.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર