13MP કેમેરા, HD ડિસ્પ્લે સાથે Lava Icon લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

13MP camera, HD display, launched Lava Icon, low price and features

ભારતીય મોબાઇલ કંપની લાવાએ પોતાનો નવો સ્માર્ટફોન લાવા આઇકન લોન્ચ કર્યો છે. કંપનીએ 13 મેગાપિક્સલ કેમેરા વાળા આ સ્માર્ટફોનની કિંમત રૂ. 11,990 રૂપિયા રાખી છે. આ સ્માર્ટફોનને ઓનલાઇન શોપિંગ સાઇટ સ્નેપડિલ પરથી ખરીદી શકાય છે. એટલુ જ નહી સ્નેપડિલ આ હેન્ડસેટની ખરીદી પર એક સેલ્ફી લેવા માટેની સ્ટિક પણ ફ્રિમાં આપે છે.

લાવા આઇકોનમાં 5 ઇંચની IPS HD ડિસ્પ્લે છે. આ સ્માર્ટફોનમાં 1.3GHz ક્વાડ-કોર ARM માલી 400 MP2 પ્રોસેસર આપવામાં આવ્યુ છે. સાથે સાથે તેમાં 2GB રેમ પણ આપવામાં આવી છે .ફોનની ડિસ્પ્લે ફિચર્સમાં 550 Cd/m2 બ્રાઇટનેસ છે જ્યારે સ્ક્રિન પ્રોટક્શન માટે આશી ડ્રેગન-ટ્રેલ આપવામાં આવ્યુ છે.જેથી સ્ક્રિન પર સ્ક્રેચ નહિ પડે. લાવા આઇકોન સ્ટાર યુઆઇ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે જે એન્ડ્રોઇડ વર્જન 4.4 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

13MP camera, HD display, launched Lava Icon, low price and features
આ ફોન3G ટેક્નોલોજી સાથે કંમ્ફર્ટેબલ છે. સાથે સાથે તેમાં વાઇ-ફાઇ, માઇક્રો યૂએસબી, બ્લ્યૂટૂથ કનેક્ટિવિટી ઓપ્શન આપવામાં આવ્યા છે. ફોનમાં 2500mAh પાવરની બેટરી  આપવામાં આવી છે. કંપનીએ એવો દાવો કર્યો છે. કે 2G નેટવર્ક પર 20 કલાક અને 3G નેટવર્ક પર 9 કલાકનો ટોકટાઇમ બેકઅપ આપે છે.

લાવા આઇફોના કેમેરા ફિચર્સઃ

13MP camera, HD display, launched Lava Icon, low price and features

ફોનમાં 16 જીબી ઇન્ટર્નલ મેમરી સ્ટોરેજ આપવામાં આવ્યુ છે. જેને માઇક્રો એસડી કાર્ડની મદદથી 32જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરા ડ્યુઅલ ફ્લેશ સાથે આપવામાં આવ્યો છે. કેમેરામાં સોનીનુ Exmor સેન્સર 5P લેન્સ સાથે આવે છે. સાથે સાથે બ્લુ ગ્લાસ ફિલ્ટર પણ આપવામાં આવ્યુ છે. બીજી બાજુ તેનો ફ્રંટ કેમેરો 5 મેગાપિક્સલનો છે. ફોનના બેક કેમેરામાં F2.0 એપર્ચર અને ફ્રંટ કેમેરામાં F2.4 એપર્ચર આપવામાં આવ્યુ છે. કંપનીનો દાવો છે કે કેમેરા ઓછા પ્રકાશમાં પણ સારી ફોટો ક્વોલિટી આપે છે. સાથે સાથે તેમાં ફેસ બ્યુટી મોડ, ફેસ ડિટેક્શન ,HRD, પેનોરામાં મોડ, સ્મઇલ શોટ ઉપરાંત બીજા કેયલાય ફિચર્સ આપવામાં આવ્યા છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,535 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 1 =