13MP કેમેરા સાથે લોન્ચ થયો હુઆવી Y6 Pro, જાણો તેના શાનદાર ફીચર્સ વિષે

Huawei-Y6-Pro

ચીનની સ્માર્ટફોન મેકર કંપની હુઆવી એ પોતાનો નવો સ્માર્ટફોન Y6 Pro લોન્ચ કર્યો છે. જેણે કંપનીની વેબસાઈટ પર લીસ્ટ કરવામાં આવ્યો છે. જોકે, Y6 પ્રો ની કિંમત અને તેની ઉપલબ્ધતા વિષે કંપનીએ કોઇપણ પ્રકારની જાણકારી નથી આપી.

આ સ્માર્ટફોન ની સૌથી મોટી ખાસ વાત છે આની 4000mAh ક્ષમતાની બેટરી. કંપની નો દાવો છે કે સ્માર્ટફોન ની બેટરી 39 કલાક નો ટોક ટાઇમ આપવામાં સક્ષમ છે. સ્માર્ટફોનમાં આ ખાસ બેટરીની સાથે સ્માર્ટ પાવર સેવિંગ મોડ પણ આપવામાં આવ્યો છે જેણે ઓન કરીને તમે બેટરીને બચાવી પણ શકો છો. Y6 Pro બજારમાં મળતા ઘણા એન્ડ્રોઇડ સ્માર્ટફોંસ ને ટક્કર આપી શકે છે, જે આવા પ્રકારની બેટરી ધરાવે છે.

huawei-y6-pro-2-640x360

Y6 Pro એક ડ્યુઅલ સિમ ફોન છે. જેમાં 5 ઇંચની એચડી સ્ક્રીન આપવામાં આવી છે. જેનું પિક્સેલ રીઝોલ્યુશન 720 × 1280 છે. Y6 પ્રો એન્ડ્રોઇડ સ્માર્ટફોન 5.1 લોલીપોપ ની સાથે Emotion UI 3.1 પર ચાલે છે. આ ઉપરાંત આમાં 1.3GHz ક્વોડ કોર મીડિયા ટેક MT6735P પ્રોસેસર અને 2GB  ની રેમ આપવામાં આવી છે. આની સાથે જ તમને સ્માર્ટફોન માં 16GB ની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે પરંતુ, આને તમે કેટલું વધારી શકો છે તેના અંગે કઈ જાણકારી નથી.

ફોટોગ્રાફી માટે હેન્ડસેટમાં 13 મેગાપિક્સલનો રિયર ઓટોફોકસ કેમેરો છે અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ છે. આમાં રિયર કેમેરા સાથે એક LED ફ્લેશ પણ આપવામાં આવ્યું છે.

હુઆવી ફોનમાં કનેક્ટિવિટી માટે 4G, 3G, GPRS / EDGE, વાઇ-ફાઈ  802.11 b/g/n, માઇક્રો-યુએસબી અને બ્લૂટૂથ વગેરે જેવા ફીચર્સ છે.

huawei-y6-pro-mit-riesen-akku-770x376

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,655 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>