પેનાસોનિકે લૉન્ચ કર્યો નવો સ્માર્ટફોન 13MP કેમેરા અને Hi-Tech ફીચર્સ સાથે

High processor with 13MP camera and Panasonic launched a new smartphone

ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ બનાવનારી કંપની પેનાસોનિકે પોતાના નવા સ્માર્ટફોન Eluga Zને ભારતીય બજારમાં 13,490 રૂપિયામાં લૉન્ચ કરી દીધો છે. ફોનમાં ખાસ વાત એ છે કે ફોનમાં ‘મેટલ બ્લેડ’ ડિઝાઇન છે અને 21 ભારતીય લેગ્વેજને સપોર્ટ કરે છે. કંપનીનું કહેવું છે કે યૂઝર્સ ફોનને જૂલાઇના બીજા અઠવાડિયામાં ખરીદી શકશે.

પેનાસોનિક Eluga Zના ફિચર્સઃ

Eluga Z સ્માર્ટફોન એન્ડ્રોઇડની 4.4 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેના ડિસ્પ્લેની વાત કરીએ તો ફોનમાં Amoled HD ડિસ્પ્લે છે જે 720×1280 પિક્સલ રિઝોલ્યુશન ક્વૉલિટી આપે છે.

High processor with 13MP camera and Panasonic launched a new smartphone

આ સ્માર્ટફોનમાં 1.4 GHzનું ઓક્ટાકોર પ્રોસેસર આપ્યું છે અને તેની સાથે 2 GB રેમ પણ આપવમાં આવે છે. ફોનમાં 16 GB ઇન્ટરનલ મેમરી આવે છે તેને એસડી કાર્ડની મદદથી 32 GB સુધી વધારી શકાય છે. કેમેરા ફિચર્સની વાત કરીએ તો ફોનમાં LED ફ્લેશની સાથ 13 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપ્યો છે.

Eluga Zમાં કનેક્ટિવીટી માટે 3G, USB OTG, Wi-Fi 802.11 b/g/n, હોટસ્પોટ, GPS/ A-GPS અને EDG બ્લૂટૂથ 4.0 જેવા દમદાર ઓપ્શન આપ્યા છે. ફોન 141.3×70.6×6.85mmના બૉડી ડાયમેન્શનની સાથે આવે છે તેનું વજન પણ 120 ગ્રામ જ છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,441 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>