ઇસ્લામ ધર્મનું છે આ પાક પુસ્તક, 1૩૭૦ વર્ષ જુનું

The Quran Sharif are 1370 years old, it is time paigambara's book of the books!

ભારત એક એવો દેશ છે જ્યાં એક નહીં, અનેક ધર્મના લોકો રહે છે. વિદેશી પર્યટકો માટે નિ:સંદેહ ભારતની સંસ્કૃતિ એક જ હશે, પરંતુ ઉંડાણ પૂર્વક જોવામાં આવે તો દરેક ધર્મ તથા સંપ્રદાય પોતાની એક અલગ જ તસવીર જાહેર કરે છે. હિન્દુ, મુસ્લિમ, શિખ, ઈસાઈ અને તેમાંથી જ ઉત્પન્ન થયેલાં અન્ય સંપ્રદાયોના ધાર્મિક દસ્તાવેજો ઘણાં રોચક છે.

કુરાન શરીફઃ-

ભગવાન ક્યારે આવ્યાં, તેમણે મનુષ્ય જાતિનું નિર્માણ ક્યારે કર્યું અને કોની પાસેથી આપણે જીવવાની કળા શીખી, આ બધી વાતોનું અનુમાન તો મનુષ્ય લગાવી શકે છે પરંતુ સટીક જાણકારી આપવી આજે પણ મુશ્કેલ છે. હિન્દુ ધર્મમાં વેદ-ઉપનિષદ, ઈસાઈ ધર્મમાં બાઇબલ અને ઇસ્લામમાં કુરાન શરીફ જ આપણાં માટે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ દર્શાવે છે.

ઇસ્લામનું મૂળઃ-

એક ભારતીય હોવાને કારણે આપણે હિન્દુ ધર્મ સાથે જોડાયેલાં ઘણા તથ્યની જાણ હોય છે. બાળપણથી આપણને શીખવવામાં આવે છે પરંતુ હિન્દુત્વ સિવાય અન્ય ધર્મોની જાણકારી હોવી પણ જરૂરી છે. જે પ્રકારે હિન્દુ ધર્મનું મૂળ વિવિધ દેવી-દેવતા છે, તે જ પ્રકારે દરેક ધર્મનું એક મૂળ હોય છે, જેની મદદથી લોકો પોતાના ગુરૂ સાથે જોડાય શકે છે. ઇસ્લામ ધર્મમાં ‘કુરાન શરીફ’નું જે મહત્વ છે, તેનો શબ્દોમાં ઉલ્લેખ કરી શકાય નહીં.

The Quran Sharif are 1370 years old, it is time paigambara's book of the books!

પાક પુસ્તકઃ-

એવી માન્યતા છે કે આ પાક પુસ્તકને અલ્લાહના દેવદૂત જિબ્રાઇલ દ્વારા હજરત મુહમ્મદને સંભળાવ્યું હતું. મુસલમાનોનું માનવું છે કે કુરાન જ અલ્લાહ દ્વારા મોકલવામાં આવેલ અંતિમ અને સર્વોચ્ચ પુસ્તક છે, જેમાં ધર્મ સંબંધી બધા ઉપદેશોની સાથે મુસલમાનોની દરેક મુશ્કેલીઓનો હલ મળી આવે છે.

ઇસ્લામિક માન્યતાઓઃ-

ઇસ્લામની માન્યતાઓ મુજબ કુરાનનું અલ્લાહના દૂત જિબ્રીલ દ્વારા મુહમ્મદ સાહેબને સન્ 610 થી સન્ 632 સુધી એટલે કે, તેમની મૃત્યુ સુધી ખુલાસો કરવામાં આવ્યો હતો. એવી માન્યતા છે કે, શરૂઆતમાં તેનું પ્રસારણ મૌખિક રૂપથી જ થયું હતું પરંતુ પૈગમ્બર મુહમ્મદની મૃત્યુ પછી સન્ 633માં તેને પહેલી વાર લખીને પુસ્તક સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

પૈગમ્બર દ્વારા મોકલવામાં આવેલો સંદેશઃ-

ઇસ્લામ ધર્મ પોતાના મજબૂત વિચારો માટે ઓળખવામાં આવે છે. મુસલમાનોનું માનવું છે કે ઈશ્વર દ્વારા મોકલવામાં આવેલ પવિત્ર સંદેશાના સૌથી છેલ્લો સંદેશ કુરાનમાં ઉલ્લેખવામાં આવ્યાં છે, આ માટે આ પુસ્તક તેમની માટે માત્ર એક પુસ્તક નહીં પરંતુ સ્વયં અલ્લાહની એક જીતી-જાગતી છવિ છે.

The Quran Sharif are 1370 years old, it is time paigambara's book of the books!

કુરાનનો અર્થઃ-

પરંતુ આ માન્યતાઓ સિવાય શું તમે કુરાનનો અર્થ જાણો છો? તમને આ વાત જાણીને હેરાની થશે, પરંતુ આ પુસ્તકના નામનો અર્થ સ્વયં તેમાં જ આપવામાં આવ્યો છે. જેના મુજબ, કુરાનનો અર્થ થાય છે- તેમણે વાંચ્યું અથવા તેમણે ઉચ્ચારણ કર્યું. કુરાન પોતાનામાં જ એક એવો શબ્દ છે જે કોઇ ગ્રંથનો અભ્યાસ કરવાનું દર્શાવે છે. કુરાન ઇસ્લામ ધર્મનું પવિત્ર પુસ્તક છે કુરાન એ અલ્લાહનું કહેણ છે. આ પુસ્તક બીજા ધાર્મિક પુસ્તકો કરતા અલગ છે કારણકે અલ્લાહે પોતેજ મહંમદ પયગંબર થકી આ પુસ્તક લખેલું છે. તે વ્યાપક રીતે અરબી ભાષા શ્રેષ્ઠ સાહિત્ય ગણવામાં આવે છે. કુરાન અસમાન લંબાઈ ધરાવતી ૧૧૪ સુરતોમાં વિભાજિત થયેલ છે. જે તેમની સાક્ષાત્કાર જગ્યા અને સમય પર આધાર રાખીને મક્કન અથવા મદની તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. કુરાનમાં આશરે ૭૦ વખત કુરાન શબ્દ આવે છે, જેનો અલગ અલગ અર્થ થાય છે. તે અરેબિક ક્રિયાપદ “કારા” (Arabic: قرأ‎) ક્રિયાપદને લગતું નામ છે. તેનો અર્થ થાય છે “તેમણે વાંચ્યું” અથવા “તેમણે પઠન કર્યું”.

વિભિન્ન અધ્યાયઃ-

જે પ્રકારે હિન્દુ ધર્મ ગ્રંથોને શ્લોક તથા અધ્યાયોમાં વહેંચવામાં આવે છે, તે જ પ્રકારે કુરાનમાં પણ કુલ 114 અધ્યાય છે જેને ઇસ્લામિક ભાષામાં ‘સૂરા’ કહેવામાં આવે છે. જો તે એકથી વધારે હોય, એટલે કે બહુવચનમાં હોય તો તેને સૂરત કહેવામાં આવે છે. જેનો અર્થ છે કે આ પાક પુસ્તકના 15માં અધ્યાયને સૂરત 15 કહેવામાં આવશે.

અધ્યાયમાં આવેલાં શ્લોકઃ-

વિવિધ ધર્મ શાસ્ત્રોની જેમ જ કુરાનના દરેક અધ્યાયમાં થોડા શ્લોક સામેલ કરવામાં આવ્યાં છે, જેમને ‘અયાત’ કહેવામાં આવે છે. જાણકારી મુજબ કુરાનની 6,666 આયતોમાંથી અત્યાર સુધી 1,000 આયતો વૈજ્ઞાનિક તથ્યો પર વિવાદ કરે છે.

કુરાનના તથ્યઃ-

કુરાનના સંદર્ભથી એક વાત ઘણી પ્રચલિત છે અને તે સિદ્ધ પણ થઇ ચૂકી છે કે ધરતી પર ઉપસ્થિતિ દરેક કુરાનની પ્રતિ તે જ મૂળ પ્રતિનું પ્રતિરૂપ છે જે હજરત મુહમ્મદ સાહેબના સમયે અવતરિત થઇ હતી. જે લોકોને આ વાત પર વિશ્વાસ ના હોય તે કોઇપણ સમયે તેની તપાસ કરાવી શકે છે. આ વાતને વિજ્ઞાન પણ માને છે.

The Quran Sharif are 1370 years old, it is time paigambara's book of the books!

અહીં છે સૌથી જુના દસ્તાવેજઃ-

જ્યારે ધરતી પર વિભિન્ન કુરાનની વાતો થઇ ત્યારે હાલમાં જ બ્રિટનના બર્મિંધમ વિશ્વવિધ્યાલયના શોધકર્તાઓએ આ દાવો કર્યો હતો કે, તેમની લાઇબ્રેરીમાં રહેલી કુરાનની પાંડુલિપિ વિશ્વની સૌથી જુના દસ્તાવેજોમાંથી એક છે. નિષ્ણાંતોની માનવામાં આવે તો આ વિશ્વભરમાં કુરાનની સૌથી જુની પાંડુલિપિ છે.

પૈગમ્બરના સમયના દસ્તાવેજઃ-

અભ્યાસ કરીને એવું સાબિત કરવામાં આવ્યું કે આ પાંડુલિપિ ઓછામાં ઓછી 1370 વર્ષ જુની છે. તેનો અર્થ એવો થાય છે કે, પાંડુલિપિ પૈગમ્બર મોહમ્મદના સમયની છે. આ વાતને વધારે સટીક સાબિત કરવા માટે આ પાંડુલિપિ પર રેડિયોકાર્બન વિશ્લેષણ પણ કરવામાં આવ્યું છે, જે 95.4 ટકા સચોટ રીતે નક્કી કરે છે કે આ લેખન 568 થી 645 ઈસા પછીના ગાળામાં કરવામાં આવ્યું.

યૂનિવર્સિટીએ કર્યું સાબિતઃ-

આ ટેસ્ટ યૂનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડની લેબમાં કરવામાં આવ્યું છે, જેના પછી વૈજ્ઞાનિકોએ એવું તારણ કાઢ્યું કે આ પાંડુલિપિને પૈગમ્બર મોહમ્મદના સમયગાળાની આસપાસ જ બનાવવામાં આવ્યું છે. પૈગમ્બર મોહમ્મદનો જીવનકાળ 570 અને 632 ઈસા પછીના ગાળાનો રહ્યો છે.

The Quran Sharif are 1370 years old, it is time paigambara's book of the books!

લેબમાં થયેલ તપાસઃ-

જોકે, કુરાનના આ દસ્તાવેજ વધારે પ્રમાણમાં નથી, આ માત્ર બે ચર્મપત્રોવાળી કુરાન છે જેની પાંડુલિપિમાં 18 થી 20 સુધી સૂરા (અધ્યાય) છે. આ શરૂઆતની અરબી લિપિમાં સ્યાહીથી લખવામાં આવ્યું છે. ઐતિહાસિક રૂપથી માનવામાં આવે તો આ લિપિ હિજાઝી કહેવાય છે.

કુરાનની સૌથી જુની પાંડુલિપિઃ-

કુરાનની આ પાંડુલિપિ વિશ્વવિદ્યાલયના મિંગાના સંગ્રહનો ભાગ છે, જેમાં મધ્યપૂર્વની પાંડુલિપિઓનો સંગ્રહ છે. આ સંગ્રહને કેડબરી શોધ પુસ્તકાલયમાં રાખવામાં આવ્યો છે. આ શોધ પર કામ કરનાર શોધકર્તાઓમાંથી એક શોધકર્તા પ્રોફેસર થોમસનું કહેવું છે કે તેમને વિશ્વાસ નથી થઇ રહ્યો કે તેમણે દુનિયાના સૌથી જુના કુરાનના દસ્તાવેજને શોધી કાઢ્યા છે. આ શોધ તેમની માટે ગૌરવમય છે.

The Quran Sharif are 1370 years old, it is time paigambara's book of the books!સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,992 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 36

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>