જિઓનીનો Elife E7 સ્માર્ટફોન યુઝર્સમાં પોપ્યુલર બન્યો છે. એવામાં કંપની પોતાનો નવો સ્માર્ટફોન Elife E8 ને લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીના પ્રવક્તાએ એ વાતની જાણખારી આપી હતી કે આ સ્માર્ટફોનનુ ગ્લોબલ લોન્ચ 10 જુને ચીનના બેઝિંગ શહેરમાં કરવામાં આવશે. એવી આશા છે કે આ ફોન ભારતીય બજારમાં જુલાઇ મહિનાથી વેચાણ માટે આવી શકે.
કેવા હશે ફિચર્સ-
જિઓની આ વખતે પોતાના સ્માર્ટફોનમાં કેમેરા પર ફોસર કરી રહી છે. Elife E8 સ્માર્ટફોનમાં 23 મેગાપિક્સલ રિયર કેમેરો હશે. જે 100 મેગાપિક્સલ વાળી ઇમેજ ક્વોલિટી આપશે. સાથે સાથે તેમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો હશે. તેની સાથે 4K (3840 X 2160 પિક્સલ રિઝોલ્યુશન) વીડિયો શુટ પણ કરી શકાશે. આ ઉપરાંત તેમાં લોસલેસ ઝુમ ફિચર પણ ઉપલબ્ધ હશે.
Elife E8 માં મેટર ફ્રેમ બટર સાથે ઉપલબ્ધ હશે. તેમાં વોલ્યુમ કી (Key) રાઇટ સાઇડમાં હશે. સાથે સાથે બેક કેમેરામાં શટર બટન પણ હશે. તમને જણાવી દઇએ કે હાલમાં કેટલાય સ્માર્ટફોન્સમાં આ ફિચર્સ આવી રહ્યા છે. સાથે સાથે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હશે.
Elife E8 સ્માર્ટફોનના ફિચર્સ
આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ વર્ડન 5.0 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરેશે. ફોનમાં 3520mAh પાવરની બેટરી હશે. જિઓનીનો આ ફોન 4G નેટવર્ક સાથે કમ્ફર્ટેબલ હશે. ફોનમાં કનેક્ટિવિટી મામલે વાત કરીએ તો તેમાં વાઇ-ફાઇ, હોટસ્પોટ, બ્લ્ટૂટૂથ, માઇક્રોUSB જેવા ઓપ્શન ઉપલબ્ધ હશે. આ ફોનનુ ડાયમેન્શન 164 x 82.3 x 9.6mm હશે. જ્યારે વજન 207 ગ્રામની આસપાસ હશે.