10 વર્ષમાં ભારતનો જેટલો ખર્ચ છે, તેટલું તો આ દેશનું 1 વર્ષનું બજેટ છે

આપણે જાણીએ છીએ કે બજેટ કોઈ દેશની અર્થવ્યવસ્થાને ચલાવવા માટે ખૂબજ મહત્ત્વપૂર્ણ હોય છે. દેશના વિકાસને લઇને ઘણીબધી વાતો બજેટમાં જ સામે આવે છે. બજેટમાં ફાળવવામાં આવેલ રકમ એ જાણવામાં મદદ કરે છે કે આખરે તે દેશ પોતાના દેશની પ્રગતિને કઈ દિશા આપવા માગે છે. તેના માટે અલગ અલગ દેશ દરેક કરતા ચઢિયાતું બજેટ રજૂ કરે છે. તેમાં કેટલાક બજેટ તો દુનિયાના સૌથી મોંઘા બજેટ બની જાય છે. આજે અમે તમને દુનિયાના કેટલાક એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં રજૂ થાય દુનિયાના સૌથી મોંઘા બજેટ, આ લિસ્ટ સીઆઇએ-વર્લ્ડ ફેક્ટ બુક અનુસાર બનાવવા આવ્યું છે.

ભારત

ભારત દુનિયામાં ઝડપથી પ્રગતિ કરનારું અર્થતંત્રમાંનું એક છે. ભારત જનસંખ્યા અને અર્થતંત્રના મામલે પડોશી દેશ ચીન સાથે હરિફાઇ થવાને કારણે હાલમાં ચર્ચામાં છે. પરંતુ, ભારતે તેની અર્થવ્યવસ્થાને નિરંતર મજબૂત બનાવવી પડશે. ભારતે હાલમાં જ વિદેશી રોકાણકારોને આકર્ષિક કર્યા છે, જેનાથી અર્થતંત્રમાં સુધારો થયો છે. પરંતુ, હજુ પણ આવકના મામલે ભારત ઘણાં દેશો કરતાં પાછળ છે. ભારત જેટલો ખર્ચ 10 વર્ષમાં કરે છે, તેટલું અમેરિકાનું એક વર્ષનું બજેટ છે.

આવક (મિલિયન યૂએસ ડોલર): 2,40,000
ખર્ચો (મિલિયન યૂએસ ડોલર): 3,25,000
ખાધ/સરપ્લસ (મિલિયન યૂએસ ડોલર): -85,000

સંયુક્ત રાજ્ય અમેરિકા

10 વર્ષમાં ભારતનો જેટલો ખર્ચ છે, તેટલું તો આ દેશનું 1 વર્ષનું બજેટ છે
અમેરિકા ગુડ્સ અને સર્વિસીઝની સૌથી વધુ આયાત કરતો દેશ છે. આ દેશ બજેટના મામલે સૌથી ઉપર છે. અહીં મિશ્ર અર્થતંત્ર છે. અમેરિકા સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાકૃતિક સંસાધનોથી ફરપૂર છે.

આવક (મિલિયન યૂએસ ડોલર): 2,303,000
ખર્ચો (મિલિયન યૂએસ ડોલર): 3,599,000
ખાધ/સરપ્લસ (મિલિયન યૂએસ ડોલર): -1,296,000

જાપાન

10 વર્ષમાં ભારતનો જેટલો ખર્ચ છે, તેટલું તો આ દેશનું 1 વર્ષનું બજેટ છે
જાપાન ભારી મશીનરીના ઉત્પાદન, રિસર્ચ અને ટેક્નોલોજીમાં સૌથી આગળ છે. જાપાનને તેની ટેક્નોલોજી અને મશીનરી માટે ઓળખવામાં આવે છે. તે વિકસિત દેશોની શ્રેણીમાં આવે છે.

આવક (મિલિયન યૂએસ ડોલર): 1,739,000
ખર્ચો (મિલિયન યૂએસ ડોલર): 2,149,000
ખાધ/સરપ્લસ (મિલિયન યૂએસ ડોલર): -410,000

યૂનાઇટેડ કિંગડમ

10 વર્ષમાં ભારતનો જેટલો ખર્ચ છે, તેટલું તો આ દેશનું 1 વર્ષનું બજેટ છે
યૂનાઇટેડ કિંગડમના જીડીપીમાં સર્વિસ સેક્ટર 70 ટકાનો ફાળો આપે છે. યૂકેને ઓટોમોટિવ, ફાર્માસ્યૂટિકલ અને એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે ઓળખવામાં આવે છે. 

આવક (મિલિયન યૂએસ ડોલર): 1,449,500
ખર્ચો (મિલિયન યૂએસ ડોલર): 1,651,000
ખાધ/સરપ્લસ (મિલિયન યૂએસ ડોલર): -201,500

કેનેડા

10 વર્ષમાં ભારતનો જેટલો ખર્ચ છે, તેટલું તો આ દેશનું 1 વર્ષનું બજેટ છે

આવક (મિલિયન યૂએસ ડોલર): 687,800
ખર્ચો (મિલિયન યૂએસ ડોલર): 740,800
ખાધ/સરપ્લસ (મિલિયન યૂએસ ડોલર): -53,000

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,402 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>