10 એવી વસ્તુઓ જેની મજા તમે સિંગાપોરમાં Free માં લઈ શકો છો

singapore-1_1426941920

એશિયામાં મોંઘા હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, બાર, પબ્સવાળુ સિંગાપોર મોંઘા દેશોના લિસ્ટમાં સામેલ છે. પરંતુ તો પણ તમે પૈસા વિના જ થોડા દિવસો સુધી મજા લેવાનો પ્લાન કરી રહ્યા હોય તો સિંગાપોર બેસ્ટ છે. અહીં અનેક એવી જગ્યાઓ છે, જ્યાં તમે ઓછા પૈસા કે પૈસા વિના મનોરંજન મેળવી શકો છો. તો બજેટની સમસ્યા ભુલી જાવ અને એડવેન્ચર અને એક્સપ્લોર કરવા સિંગાપોર પહોચી જાવ.

મફતનું ભોજન

બૌદ્ધ ધર્મ પરંપરા અનુસાર અહીંના મંદિરોમાં ગરીબોને મફતનું ભોજન પુરૂ પડાય છે. સિંગાપોરમાં બૌદ્ધ અનુયાયીઓનું કિમ યામ રોડ પર આવાસ છે. સાથે જ બ્રાઈટ હિલ રોડ પર કાંગ મેગ ફોર કાર્ક સી મંદિર પણ છે, જ્યાં દરેક દિવસે શાકાહારી ભોજન જ બને છે. સાથે જ 8 અલગ-અલગ પ્રકારના વ્યંજન પણ તૈયાર કરાય છે. આ આવાસમાં સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી મફત ખવડાવાય છે, પછી તે કોઈપણ ધર્મ કે સંપ્રદાયના હોય. તેમાં તમે બેઘર, વિદેશી સ્ટુડન્ટ, મજુર વગેરે જેવા લોકોને ભોજન લેતા જોઈ શકો છો. તમે પણ અહીંના સ્વાદિષ્ટ ભોજનની મજા લઈ શકો છો. તેનાથી તમે સફર દરમિયાન થતા ખર્ચથી બચી શકો છો.

ફ્રીમાં ક્લબ જઈ શકો છો

કેટલીક વાર પૈસાની કમીના કારણે તમે ક્લબ જવાના આઈડિયાને કેન્સલ કરી દેતા હો છો, પરંતુ હવે એવુ નહી થાય. થોડુ રિસર્ચ કરશો તો તમે સિંગાપોરમાં આવી ક્લબને સરળતાથી શોધી શકશો. અહીં અનેક એવા બાર્સ અને ક્લબ્સ મળશે, જ્યાં તમે સારી રીતે મ્યુઝીકની સાથે લાઈવ બેન્ડની મજા પુરી રાત લઈ શકો છો. જોયુક ક્લબ, એટિકા જે ખાસ કરીને મહિલાઓ માટે પાર્ટી પ્લેસ છે. હોમ ક્લબ, ક્લબ ક્યો અહીંની ફેમસ નાઈટ ક્લબ્સ છે, પરંતુ અહીં જવા માટે તમારા ખિસ્સા ભરેલા હોવા જોઈએ. જો કે લેડીઝ માટે સારી વાત એ છે કે અહીંની ફ્રી ક્લબમાં તેમના માટે ડ્રિંક્સ પણ ફ્રી છે.

Other Free things to do: પગપાળા ફરીને તમે સિંગાપોર દર્શન કરી શકો છો. મફતમાં ફિલ્મ જોઈ શકો છો. સેન્ટોસા રિઝોર્ટસમાં ફ્રી નાટકોની મજા માણી શકો છે. મફતમાં જશ્ન માણી શકો છો. સુનગઈ બુલોહમાં પક્ષીઓને જોઈ શકો છો. બોટેનિક ગાર્ડનમાં ખુલ્લા સંગીતની મજા એકદમ ફ્રી, મફતમા જાણો તમારૂ ભવિષ્ય અને એરપોર્ટ પર કરો ટાઈમપાસ.

1380849051063

પગપાળા સેર સપાટા

જો તમારી પાસે એક ગાઈડ હોય તો કોઈપણ શહેરને જાણવામાં વધુ સમય નહીં લાગે. પરંતુ જો નથી તો કોઈપણ દેશ, શહેરને નજીકથી ઓળખવાનો મોકો પગપાળા સેરસપાટાથી જ મળી શકે છે. સિંગાપોરમાં આવી જ રીતે સેર સપાટા કરીને અહીંના ઈતિહાસથી લઈને અહીની આધુનિક ટેકનોલોજી વિશે ઘણુ બધુ જાણવા મળી શખે છે. સાથે જ તેનાથી તમારા પૈસાની બચત પમ થશે. સિંગાપોર કોલેજ સ્ટુડન્ટ્સ દ્વારા બનાવાયેલુ એક ગ્રુપ સિંગાપોર ફુટપ્રિન્ટ્સ આવું જ એક ગ્રુપ છે, જે તમને અહીંની ઉંચી ઉંચી ઈમારતો પાછળની કહાની જણાવે છએ. પુરા 90 મિનીટની આ પગપાળા યાત્રાનો આનંદ દર વિક એન્ડમાં તમે બિલકુલ ફ્રીમાં ઉઠાવી શકો છો.

ફિલ્મ જોઈ શકો છો

જો તમે મુવી જોવાના શોખીન છો, પરંતુ પૈસા ખર્ચ નથી કરવા ઈચ્છતા તો દરમહિનાના આખરી શનિવારે આઈઓએ આવીને મફતમાં મુવી જોવાની મજા માણી શકો છે. આઈઓએ ઓર્ચર્ડ શોપિંગ મોલની બહાર ખુબ મોટી સ્ક્રીન પર લેટેસ્ટ મુવી બતાવે છે. જેને કોઈપણ બહાર બેસીને જોઈ શકે છે. સિંગાપોરના નેશનલ મ્યુઝીયમમાં તો દર અઠવાડીયે ફ્રીમાં ફિલ્મ બતાવાય છે. સાથે જ અહીંના લોકલ અને સહેલાણીઓ માટે અનેક પ્રકારની એક્ટીવીટીઝ હોય છે. જેને તમે ક્યારેય ભુલી નહીં શકો.

3_1426941931

સેન્ટોસા રિસોર્ટ

સહેલાણીઓ માટે આ રિસોર્ટ બિલકુલ ફ્રી છે. ખુલ્લી હવામાં બનેલા આ મોલમાં તમે પુરો દિવસ નુક્કડ નાટકોની મજા લઈ શકો છો. ઓર્ચર્ડ રોડ પર વસેલ તમામ હોટેલ્સમાંથી લાવવા લઈજવા માટે અહીં યુનિવર્સલ સ્ટુડિયોઝ તરફથી ફ્રી કેબ સર્વિસ પણ અપાય છે.

જશ્નની મજા

સમયસર પહોચીને તમે અહીંની પરંપરા અને સંસ્કૃતિ સાથે પણ રૂબરૂ થઈ શકો છો. અહીં તેનું એક અલગ જ રૂપ આપને જોવા મળશે. પછી તે ચાઈનીઝ લુનર હોય કે દિવાળી. તમે અહીં ખુબ મોજ મસ્તી કરવાની સાથે અનેક પ્રકારની વસ્તુઓનો આનંદ માણી શકો છો.

4_1426941933

સુનગઈ બુલોહ

સિંગાપોરના ઉત્તર-પશ્ચિમ ખુણામાં આવેલા સુનગઈ બુલોહ કે જ્યાં લગભગ એકહજાર ફ્લેમિંગો પક્ષીઓનું ઝુંડ અને સાથે જ દુનિયાભરમાં જોવા મળતા અનેક પ્રકારના પક્ષીઓ એકસાથે અહીં જોવા મળે છે. ગ્રીનશેંક, વિમ્બ્રેલ, મંગોલિયન, પ્લોવર, રૈડશૈંક, કર્લિવ, સ્ટોર્ક, સિનામન બિટર્ન અને યલો બિટર્ન જેવા પક્ષીઓ અહીં સામાન્ય રીતે જોવા મળે છે. પરંતુ જો તમે લકી છો તો અહીં તમને મિલ્કી સ્ટોર્ક, બતક અને ઓટર્સ પણ જોવા મળી શકે છે. આ ઉપરાંત સમુદ્રી ઘડિયાળ પણ જોવાની અલગ જ મજા છે. આ તમામ જીવ-જંતુઓને ફ્રીમાં જોવા માટે સોમથી શુક્ર દરમિયાન આવવું પડશે.

બોટેનિક ગાર્ડનમાં ખુલ્લામાં સંગીતની મજા

દાયકાઓથી સિંગાપોરના સિમ્ફની ઓર્કેસ્ટ્રાની સર્વિસ અહીં રહેતા તેમજ બહારથી આવેલા લોકો માટે બિલકુલ ફ્રી છે. સ્ટુડન્ટ્સ પણ પોતાના બેન્ડ્સ સાથે અહીં પરફોર્મન્સ આપે છે. તો અહીં આવતા પહેલા પિકનિક બાસ્કેટ અને બ્લેન્કેટ લાવવાનું ભુલતા નહીં.

5_1426941953

ભવિષ્યવાણી

અહીંના લોકો પોતાની જન્મકુંડળી વિશે જાણવામાં ખુબ વિશ્વાસ ધરાવે છે. તો તમે પણ પોતાનું ભવિષ્ય જાણવા ઈચ્છુક હો તો ખુશ થઈ જાઓ કારણ કે અહીં આ સર્વિસ માટે કોઈપણ પ્રકારનો ખર્ચ કરવો પડતો નથી. વોટરલુ સ્ટ્રીટ પર વસેલુ ક્વાન ઈમ થોગ હુડ ચો મંદિર એક એવી જગ્યા છે, જ્યાં જઈને તમારે એક લાકડી પકડવાની હોય છે ત્યારબાદ તમારી જન્મકુંડળી પ્રિન્ટેડ ફોર્મમાં તમારી પાસે હશે.

એરપોર્ટ પર સમય વિતાવો

જો તમારી પાસે પુરા કલાકો છએ વિતાવવાના તો રાહ જુઓ, કારણ કે ચંગી એરપોર્ટ ઓથોરિટી તરફથી તમને મફતમાં પુરૂ સિંગાપોર ફરવાનો મોકો મળી શકે છે. તેના માટે તમારે બસ changiairport.com પર લોગઈન કરવાનું રહેશે.
તો જો તમે ઓછા પૈસામાં ભરપુર મજા માણવા ઈચ્છો છો, તો સિંગાપોર તમારા માટે બેસ્ટ જગ્યા સાબિત થઈ શકે છે. અહીં ફરવાની સાથે એક અલગ જ એક્સપિરિયન્સ મળી શકે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,377 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>