૧ મુઠ્ઠી પલાળેલા કાળા ચણા ખાવાથી વજન પણ ઉતરશે અને આટલા રોગો થશે દુર

કળા ચણા હેલ્થની દ્રષ્ટિએ ઘણા જ ફાયદાકારક છે અને તેમા રહેલા કાર્બોહાઈડ્રેટ્સ અને સોડિયમ અને ઝિંક અને કોપર અને મેગનીઝ અને ફોલિક પ્રોટીન અને ફાયબર અને કેલ્શિયમ અને આયર્ન શરીરને ચુસ્ત દુરસ્ત રાખવામા મદદ કરે છે અને દરરોજ સવારે નાસ્તામા ૫૦ ગ્રામ ૧ મુઠ્ઠી ચણા રાતે પલાળી ખાવાથી શરીર એકદમ સ્વસ્થ રહે છે અને રોગો સામે તમને રક્ષણ મળે છે અને આ શરીર માટે ટોનિકનુ કામ કરે છે અને આ સિવાય તમે ફણગાવેલા ચણા પણ ખાઈને ફાયદા મેળવી શકો છો

આ ચણા ને કેવી રીતે ફણગાવવા અને ખાવા?

જો સવારે ૧ મુઠ્ઠી દેશી ચણાને ધોઈને તમે સાફ પાણીમા પલાળી દો અને રાતે સૂતી વખતે તેનુ પાણી કાઢી અને ચણાને એક ભીના સૂતરાઉ કપડાંમા લપેટીને હવામા ટીંગાડીને બાંધી દો બીજા દિવસે સવાર સુધી ચણા ફણગી જશે અને ડાયરેક્ટ ફણગાવેલા ચણા ન ખાવા બસ તેને થોડા તેલમા ફ્રાય કરીને ખાવા અને તમે ઈચ્છો તો બારીક કાપેલા ડુંગળી અને ટામેટા પણ મિક્સ કરી શકો છો અને પછી તેને સારી રીતે ચાવી ચાવીને ખાવા અને આ સિવાય તમે રાતે સાફ પાણીમા ચણા પલાળી સવારે એમ જ ખાઈ શકો.

રાતે પલાળેલા ચણા અથવા તો ફણગાવેલા ચણા ખાવાના ફાયદા

૧) ચણામા ભરપૂર પ્રમાણમા પ્રોટીન હોય છે અને જેને ખાવાથી ભૂખ લાગતી નથી અને વજન એકદમ કંટ્રોલ કરવામા મદદ મળે છે.
૨) ચણામા ગ્લાઈસેમિક ઈન્ડેક્સનુ સ્તર નીચુ હોય છે અને તેમા રહેલુ ફાઈબર અને પ્રોટીન બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે.
૩) ચણામા રહેલુ આ આયર્ન એનિમિયાની તમામ સમસ્યાને દૂર કરવામા મદદ કરે છે.


૪) ચણામા રહેલુ આ અલ્ફા લિનોલેનિક એસિડ અને ઓમેગા ૩ ફેટી એસિડ કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે અને હાર્ટ એટેકથી બચાવે છે.
૫) ચણામા રહેલા એમિનો એસિડ્સ tryptophan and serotonin થી સારી ઉંઘ લાવવામા મદદ કરે છે અને ટેન્શન અને સ્ટ્રેસને દૂર રાખે છે.
૬) ખાસ કરીને ચણામાથી દૂધ અને દહી જેટલુ તમને કેલ્શિયમ મળી રહે છે અને જે હાડકાંને હેલ્ધી રાખે છે.
૭) ચણામા ભરપૂર પ્રમાણમા ફોસ્ફરસ હોય છે કે જે હીમોગ્લોબિનના લેવલને વધારે છે અને કિડનીમાથી બધો એક્સ્ટ્રા ક્ષાર બહાર કાઢે છે.
૮) ચણામા રહેલા આયર્ન અને પ્રોટીન સહિતના મિનરલ્સથી શરીરને સારી એનર્જી અને એન્ટીઓક્સીડેન્ટ મળે છે અને જે નબળાઈથી બચાવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,278 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>