1.2 લાખ કરોડની સંપત્તિના માલિક મુકેશ, વિતાવે છે આવી Luxury Life

મુકેશ અંબાણી આ દેશના સૌથી અમીર બિઝનેસમેન છે. હાલમાં જ આવેલા હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2015માં મુકેશ અંબાણી ભારતના 97 અરબપતિઓની યાદીમાં સૌથી પ્રથમ નંબરે છે. લિસ્ટ અનુસાર, અંબાણીની કુલ સંપત્તિ 1.2 લાખ કરોડ રૂપિયા છે.

સતત અનેક વર્ષોથી મુકેશ દેશના અમીર બિઝનેસ બનેલા છે. દુનિયામાં પણ તેઓ ટોપ 50ના લિસ્ટમાં સામેલ છે. તેમની લક્ઝરી લાઇફ સ્ટાઇલ કોઇનાથી છૂપાયેલી નથી. દુનિયાના અમીરોના શોખ પણ અમીર હોય છે અને તેના ઉપર કરોડો ખર્ચ પણ કરે છે. ઘરથી લઇને કાર અને શોખ સુધી મુકેશ અંબાણીની હાઇપ્રોફાઇલ લાઇફસ્ટાઇલ ઝળકે છે.

વિશ્વમાં સૌથી મોંઘું ઘર છે એન્ટિલિયા
2014માં ફોર્બ્સે પોતાની વેબસાઇટ પર જાહેર કરેલી યાદીમાં દુનિયાના ટોપ 20 અરબપતિઓના ઘરની રેટિંગ આપી હતી. મેગેઝીનમાં લખ્યું હતું, અંદાજિત 21.5 અરબ ડોલર (1 લાખ, 17 હજાર કરોડ)ની પ્રોપર્ટીના માલિક મુકેશ અંબાણીનું મુંબઇ સ્થિત 27 માળનું મકાન એન્ટિલિયા ધરતી પર સૌથી મોંઘુ ઘર છે.

આલિશાન છે 27 માળનું ઘર 

એન્ટિલિયાના છ માળ પર માત્ર પાર્કિંગ અને ગેરેજ છે. આ ગગનચૂંબી ઇમારતમાં રહેવા માટે ચાર લાખ વર્ગ ફૂટ જગ્યા છે, જેમાં એક બોલરૂમ છે. છત ક્રિસ્ટલથી સજાવવામાં આવી છે, એક સિનેમા ઘર, બાર ઉપરાંત ત્રણ હેલિપેડ છે. અંદાજિત 600 કર્મચારીઓનો સ્ટાફ આ ઘરની દેખરેખ કરે છે.

લક્ઝરી કારનું કલેક્શન

1.2 લાખ કરોડની સંપત્તિના માલિક મુકેશ, વિતાવે છે આવી Luxury Life
ઘર સિવાય મુકેશ અંબાણીની પાસે અનેક લક્ઝરી કારનું પણ કલેક્શન છે. જો કે, એ વાત સ્પષ્ટ નથી કે તેમની પાસે કેટલીક કાર છે પરંતુ તેમના ઘરમાં 6 ફ્લોરમાં તો માત્ર પાર્કિંગ જ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં એક બે નહીં પણ 168 કાર રાખી શકાય છે. મીડિયામાં આવેલા સમાચાર અનુસાર, તેમની પાસે 150થી પણ વધારે કાર છે કદાચ એટલે જ તેઓએ આટલું મોટું પાર્કિંગ સ્પેસ તૈયાર કરાવ્યું છે.

મુકેશ અંબાણીની કારમાં Maybach 62, Mercedes S class, Bentley Flying Spur, Rolls Royce Phantom અને બ્લેક Mercedes SL500 પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર Maybach કારને મુકેશ જ સૌથી પહેલા ભારતમાં લઇને આવ્યા હતા, જેની કિંમત 5 કરોડ રૂપિયાથી પણ વધારે હતી. જો કે, હવે આ કાર મોડલ બનાવવાનું બંધ થઇ ગયું છે.

પ્રાઇવેટ જેટ પ્લેન

1.2 લાખ કરોડની સંપત્તિના માલિક મુકેશ, વિતાવે છે આવી Luxury Life

તેમની પાસે ત્રણ પ્રાઇવેટ પ્લેન Falcon 900EX, Boeing Business Jet 2, Airbus 319 Corporate Jet છે. તેમાંથી Airbus 319ને તેઓએ 2007માં પત્ની નીતાના 44માં જન્મદિવસ પર ગિફ્ટ કર્યુ હતું. આ એરક્રાફ્ટમાં એક ઓફિસ, માસ્ટર બેડરૂમ, આલિશાન બાથરૂમ, મ્યુઝિક સિસ્ટમ સિવાય તેમાં સેટેલાઇટ ટેલિવિઝન, વાઇફાઇની પણ સુવિધા છે.

એડવેન્ચરસ છે મુકેશ અંબાણી 

1.2 લાખ કરોડની સંપત્તિના માલિક મુકેશ, વિતાવે છે આવી Luxury Life

મુકેશને પ્રકૃતિથી વધારે લગાવ છે, તેથી સમય મળતા જ તેઓ પરિવારની સાથે સાઉથ આફ્રિકાના ક્રૂગર નેશનલ પાર્કમાં વેકેશન વિતાવવાનું પસંદ કરે છે. આ પાર્કમાં સુવિધાની સાથે સાથે પ્રાઇવસીનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. એક ઇન્ટરવ્યુમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, તેઓને વાઇલ્ડ લાઇફ અત્યંત પસંદ છે, તેથી તેઓ એવા સ્થળે વેકેશન ગાળવાનું પસંદ કરે છે જ્યાં તેઓ ખુલ્લી હવામાં શ્વાસ લઇ શકે અને પ્રકૃતિની વચ્ચે થોડો સમય વિતાવી શકે.

ફિલ્મો છે પસંદ

1.2 લાખ કરોડની સંપત્તિના માલિક મુકેશ, વિતાવે છે આવી Luxury Lifeમૂવી જોયા વગર મુકેશ અંબાણીને ઉંઘ જ નથી આવતી, ખાસ કરીને હિન્દી ફિલ્મો તેઓને વધારે પસંદ છે. એક ઇન્ટરવ્યુમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે, અડધી રાત્રે ઓફિસથી ઘરે આવ્યા બાદ પણ મુકેશ મૂવી જોયા વગર સૂતા નથી . કદાચ આ જ કારણોસર તેઓએ પોતાના ઘરના 8માં ફ્લોર પર 50 સીટર મિની હોમ થિયેટર પણ તૈયાર કરાવ્યું છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,760 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>