૩૦૦ સ્ક્રીન પર એકસાથે રીલીઝ થયું ‘બાહુબલી ૨’ નું ટ્રેલર, તમે જોયું?

baahubali-2

આ વર્ષે રીલીઝ થનાર અને મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બાહુબલી: ધ કન્ક્લુંઝન ૨’ ને લઈને લોકો ખુબ જ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હાલ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ નું ટ્રેલર ૨ મિનીટ ૨૦ સેકંડનું છે.

જણાવી દઈએ કે ફિલ્મ ‘બાહુબલી ૨’ ને સેન્સર બોર્ડ દ્વારા યુ/એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જયારે ફિલ્મની ફસ્ટ સીરીઝ આવી ત્યારે લાંબા સમયથી સોશિયલ મીડિયામાં એક જ સવાલ ચાલી રહ્યો છે કટપ્પા એ બાહુબલીને કેમ માર્યો?  જોકે, ટ્રેલર જોઇને હજુ એ જાણવા નથી મળ્યું કે કટપ્પા એ બાહુબલીને કેમ માર્યો?

ફિલ્મના ટ્રેલરમાં પ્રભાસ લોહી થી લથપથી રહ્યો છે તેની એક ઝલક બતાવવામાં આવી છે. સાથે જ બધા સ્ટાર્સની એક્ટિંગ પણ દમદાર છે. ટ્રેલરને હિન્દી, મલયાલમ, તમિલ અને તેલુગુ એમ ચાર ભાષામાં રીલીઝ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મ બે ભાઈઓ ની વચ્ચે પ્રાચીન સામ્રાજ્યની લડાઈ ના વિષે છે.

16251969_10154978972955701_541504215421182879_o

ફિલ્મના ઘમાકેદાર ટ્રેલરને તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહીત આજે લગભગ ૩૦૦ થિયેટરમાં રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર ફેસબુક અને યુટ્યુબ પર પણ રીલીઝ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ‘બાહુબલી: ધ કન્ક્લુંઝન ૨’ ફિલ્મ ‘બાહુબલી:ધ બીગીનીંગ’ નું સિકવલ છે, જે ૨૮ એપ્રિલના રોજ રીલીઝ થશે.

ફિલ્મમાં કાસ્ટની વાત કરીએ તો આમાં પ્રભાસ, રાણા દગ્ગુંબાટી, તમન્ના ભાટિયા, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન અને સત્યારાજ જેવા દિગ્ગજ સ્ટાર્સ છે. જુઓ ફિલ્મ નું ટ્રેલર…..

Comments

comments


6,157 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 3