૨૦૨૦ માં મોદી સાહેબના રાજકારણ હેઠળ ભારતે કેવી ક્રાંતિ કરી હશે..!!

modi ji ke 3 bandar

૨૦૨૦માં …

મોદી સાહેબના રાજમાં ભારતે કેવી જબરદસ્ત ઇન્ફરમેશન ક્રાંતિ કરી હશે ! એક કલ્પના…

બકાએ પિઝા-હટમાં ફોન કર્યો. ‘હલો, મારા ઘરે એક પિઝા મોકલો.’

સેલ્સમેન કહે : ‘જરા, તમારો આધાર કાર્ડ નંબર આપશો ?’ બકાએ નંબર આપ્યો. સામેથી જવાબ આવ્યો ‘ઓકે, તમે બકાભાઈ ચકાભાઈ ચતુરવેદીયા છો, હરેકૃષ્ણ સોસાયટીમાં સાતમા નંબરના મકાનમાં રહો છો. તમારા ઘરનો ફોન નંબર ફલાણો છે, ઓફીસનો નંબર ફલાણો છે, મોબાઇલ નંબર ફલાણો છે અને ઇમેઇલ એડ્રેસ ફલાણું છે. રાઇટ ?’

બકો છક થઇ ગયો. ‘તમને મારી આટલી બધી વિગત શી રીતે ખબર છે ?’

સેલ્સમેન : ‘અમે આધાર સિસ્ટમથી જોડાયેલા છીએ. ‘તમારે કઇ ટાપઇના પિઝા જોઈએ છે ?’

બકાએ કીધું : ‘મોઝરેલા ડબલ-ચીઝ’

સેલ્સમેન કહે છે : ‘આપને માટે આ સારી પસંદગી નથી.’

બકો : ‘કેમ ?’

સેલ્સમેન : ‘તમારા મેડિકલ રીપોર્ટના હિસાબે તમને હાઇ બ્લડપ્રેશર અને હાઇ કોલોસ્ટ્રોલ છે.’

બકો : ‘તો તમારી શું સલાહ છે ?’

સેલ્સમેન : ‘તમે ઓછી ફેટવાળો વેજ-હોકિન પિઝા મંગાવો. એ તમારા માટે યોગ્ય છે.’

બકો : ‘કઇ રીતે ?’

સેલ્સમેન :   ‘ગયા અઠવાડીયે તમે નેટ પરથી વેજ લો-ફેટ પિત્ઝામાં સર્ચ કર્યું હતું.’

બકો ખુશ થઇ ગયો : ‘રાઇટ ! તો તમે ત્રણ મોટા વેજ-લો ફેટ- હોકિન પિઝા મોકલી દો.’

સેલ્સમેન : ‘ઓકે. તમે પેમેન્ટ શી રીતે કરશો ?’

બકો :  ‘ક્રેડિટ કાર્ડથી.’

સેલ્સમેન : ‘તમારી ક્રેડિટ કાર્ડની લિમીટ પતી ગઈ છે. તમારે તમારી બેન્કને ઓલરેડી ૧૮,૯૫૪ રૃપિયા ચૂકવવાના બાકી છે. ગયા વરસે તમે જે હોમલોનના હપ્તા નથી ચૂકવ્યા એનો દંડ આમાં સામેલ નથી.’

બકો : ‘ચિંતા ના કરો. હું એટીએમથી પૈસા કાઢીને તમારા ડિલીવરી બોયને રોકડા આપી દઈશ.’

સેલ્સમેન : ‘તમે એવું નહિ કરી શકો કારણ કે તમારા એટીએમ કાર્ડના ઓવરડ્રાફ્ટની લિમિટ પણ પતી ગઈ છે. હવે તો તમે અહીં જાતે તમારી બાઇક નંબર જીજેસી૧ ૩૧૫૪ લઇને આવો અને રોકડા ચૂકવો તો જ પિઝા મળી શકશે.’

બકો : ‘હદ થઈ ગઈ ! તમને મારા બાઈકનો નંબર પણ ખબર છે ? અચ્છા છોડો. ત્રણ પિઝા જોડે ત્રણ કોક ફ્રી મળશે ને ?’

સેલ્સમેન : ‘સોરી સર. તમારું બ્લડ-શુગરલેવલ પણ બહુ વધારે છે માટે આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વળી, તમે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સના છેલ્લા બે હપ્તા પણ નથી ભર્યા. આ સંજોગોમાં વીમા કંપની તમારો હેલ્થ ક્લેઇમ ઝટ પાસ નહિ કરે, પછી અમારો વાંક નહિ કાઢી શકો…’

બકો : ‘તારી તો હમણાં કહુ એ…!’

સેલ્સમેન : ‘માનનીય બકાશ્રી, તમારી ભાષા પર કાબુ રાખશોજી ! ૧૨ નવેમ્બર ૨૦૧૭ના રોજ અને ૨૧ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ પોલીસમેનને ગાળો દેવાના અપરાધમાં તમારા ઉપર ૫૦૦-૫૦૦ રૃપિયાનો દંડ થઈ ચૂકયો છે..!’

બકો : બેહોશ…!

સેલ્સમેન : ‘આધાર-કાર્ડ આધારિત કૉલ-સેવાનો ઉપયોગ કરવા બદલ ધન્યવાદ.

Comments

comments


23,305 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 17