હેવન ની અનુભૂતિ કરાવે છે ભારત ના આ કુદરતી દ્રશ્યો

natural beauty places in india | janvajevu.com

પૃથ્વી ઘણી બધી વસ્તુઓ સાથે મળીને બની છે. આ બધી ચીજોને લીધે જ એક એવા ગ્રહનું નિર્માણ થયું, જ્યાં જીવન સંભવ છે. આજે આપણી આસપાસ એક દુનિયા છે, અમુક જગ્યાએ મોટી મોટી ઇમારતો છે તો કોઈક જગ્યાએ ખેતીની હરિયાળી અને કેટલીક જગ્યાએ કારખાનાઓ માંથી નીકળતા ધુમાડા તો કોઈ જગ્યાએ શાંતિ, આસમાન ની નીચે ફેલાય રહી છે.

આજે અમે તમને આ લેખના માધ્યમે પ્રકૃતિના એવા નઝારા સાથે વાકેફ કરાવવાના છીએ જેને જોઇને તમે કહેશો કે જન્નત તો બસ અહી જ છે.

રૂપકુંડ તળાવ

natural beauty places in india | janvajevu.com

ઉત્તરાખંડના ગઢવાલ માં વાતાવરણ નાં દ્રશ્યો તમને સંમોહિત (વશીભૂત) કરી મુકશે.  રૂપકુંડ ની ચારે બાજુ જામેલ બરફ તમારું મન મોહી લેવા કાફી છે. ઉત્તરાખંડ રાજ્ય સ્થિત એક હિમ લેક છે, જે પોતાના કિનારે મળેલ પાંચ સો થી વધારે હાડપિંજર મળવાને કારણે ફેમસ છે. એટલા માટે આની સુંદરતા મીસ્ટીરિયસ થઇ જાય છે. આ જ તળાવમાં બરફ પીગળ્યા બાદ સંખ્યાબંધ હાડપિંજરો જોવા મળ્યાં, જે આજે પણ ત્યાં જ છે.

ખજ્જર

natural beauty places in india | janvajevu.com

આને ભારતનું ‘મીની સ્વિટ્ઝર્લૅન્ડ’ પણ કહેવામાં આવે છે. ખજ્જર હિમાચલ પ્રદેશ સ્થિત છે. અહીની ગીચ ઝાડી અને પક્ષીઓ ના વિવિધ અવાજો સાંભળતા તમે ખુશ થઇ જશે.

બોર્રા ગુફા

natural beauty places in india | janvajevu.com

આ ગુફા આંધ્રપ્રદેશ માં આવેલ છે. પહાડોની વચ્ચે બનેલ આ ગુફા ખુબ જૂની હોવાની સાથે આશ્ચર્ય નો વિષય પણ બનેલ છે. આ અનાથગીરી ના પહાડો માં સ્થિત છે.

પેન્ગોન્ગ તળાવ

natural beauty places in india | janvajevu.com

આ તળાવ લેહ થી લગભગ 160 કિલોમીટરના અંતરે છે. બાઇકર્સ માટે આ જગ્યા ખુબ જ ફેમસ છે. આ તળાવ ની આસપાસ તમને યાક અને પરંપરાવાદી પહેરવેશ પહેરતા સ્થાનીય લોકો જોવા મળશે. આના જેવી શાંતિ તમે પહેલા ક્યારેય નહિ અનુભવી હોય.

નોહકલીકાય ધોધ

natural beauty places in india | janvajevu.com

આ ધોધ ચેરાપુંજીની પાસે જ છે. 1100 ફુટ ઊંચાઈ થી પડતા પાણીને જોયા પછી નઝારાને જોવાની આશા થોડી વધી જાય છે. આના નામની પાછળ પણ ઈતિહાસ છુપાયેલ છે. નોહકલીકાય નામ કા-લીકાય નામની મહિલાના નામથી પડ્યું છે. અમુક કૌટુંબિક કારણોસર આ મહિલાએ અહી કુદીને આત્મહત્યા કરી હતી.

થીરપલ્લી પાણી નો ધોધ

natural beauty places in india | janvajevu.com

કેરળના કોચી થી લગભગ 78 કિલોમીટરના અંતરે આવેલ છે આ વોટર ફોલ. જંગલોની વચ્ચે અને તમિલનાડુ ની તરફ જતા રસ્તામાં તમને હાથી અને ઝરણા ઓ જોવા મળશે.

ચાદર તળાવ

natural beauty places in india | janvajevu.com

કાશ્મીર ના ખોળામાં આ તળાવ આવેલ છે. અહી ઉનાળામાં એક નદી હોય છે પરંતુ, શિયાળો આવતાની સાથે જ તે નદી પર બરફની એક મોટી ચાદર જામી જાય છે. જેના પર લોકો પોતાના પગને નદીમાં મુકીને ચાલવાનો અહેસાસ કરે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,603 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>