હેલ્ધી કહેવાતા પ્રોટીન શેક પીવાના, આ 9 ગંભીર નુકસાન એકવાર તો જાણવા

healthy shake in janvajevu.com

જો તમે જીમ જાઓ છો કે બોડી બનાવવાની ઈચ્છા ધરાવો છો તો તમે ઘણી બધી પ્રોટીન ડ્રિન્ક્સ વિશે સાંભળ્યું હશે. એવું કહેવાય છે કે કસરતને કારણે શરીરમાં પ્રોટીનની ઉણપ વધી જાય છે. જેથી આ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કૃત્રિમ વસ્તુઓની જરૂર પડે છે. જેથી તે શરીરમાં પ્રોટીનની ઉણપને દૂર કરે છે. સામાન્ય રીતે પ્રોટીન શેક મિલ્ક, ઈંડા અને સોયામાંથી બનાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો પ્રોટીન ડ્રિન્ક્સ લેવાના માત્ર ફાયદા જ નહીં પણ કેટલાક ગંભીર નુકસાન પણ છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.

healthy shake in janvajevu.com

પ્રોટીન શેક પીવાની યોગ્ય રીત-પ્રોટીન પાઉડરમાં અનેક પ્રકારના વિષાક્ત પદાર્થ મિક્ષ કરવામાં આવે છે. જે પેકેટ પર દર્શાવવામાં આવતા નથી. આ પદાર્થોમાં લેડ, ઓર્સેનિક અને પારો પણ હોય છે. પરંતુ તમે બજારમાં મળતાં ઈન્સ્ટન્ટ પ્રોટીન શેક પીવાની જગ્યાએ ઓર્ગેનિક પ્રોટીનનું સેવન કરી શકો છો. આ સિવાય તમે પ્રોટીનથી ભરપૂર ખાદ્ય પદાર્થો લઈ શકો છો, જે તમને પ્રોટીન સિવાય પણ અન્ય પોષક તત્વો આપશે. તો આજે ધ્યાનથી સમજી લો કે પ્રોટીન શેકનો ચસ્કો કેટલો નુકસાનકારક છે.

healthy shake in janvajevu.com

એલર્જી

જે લોકોને ઈંડા, સોયા અને દૂધથી એલર્જી હોય છે તેઓ પ્રોટીન શેકની સેવનથી ધીરે-ધીરે એલર્જીના શિકાર બને છે. જેના કારણે ઊલડી, ઝાડા અને ડિહાઈડ્રેસનની સમસ્યાઓ થાય છે. જેથી પ્રોટીન શેક પીવાથી ફાયદો ઓછો અને નુકસાન વધારે થાય છે.

healthy shake in janvajevu.com

પેટ ખરાબ થવું

દૂધમાંથી બનતા પ્રોટીન શેકમાં લેક્ટોઝ હોય છે. જેથી જે લોકોને લેક્ટોઝ પચાવવામાં તકલીફ પડે છે તેમને પેટ સંબંધી વિકારો થાય છે. જેના કારણે ગેસ, દસ્ત, પેટમાં મરડો અને પેટમાં ભારેપણું જેવી સમસ્યાઓ થાય છે.

healthy shake in janvajevu.com

વજનને વધારે છે

તમારું વજન બે કારણોથી વધી શકે છે. એક જરૂરથી વધારે પ્રોટીનનું સેવન કરવું અને બીજું શરીરમાં રહેલાં પ્રોટીનનું અવશોષણ ન થવાથી, કારણ કે પ્રોટીનને અવશોષિત કરવામાં શરીરને વધારે સમય લાગે છે. જેથી બેઠાડું જીવન હોય તો શરીરમાં રહેલું પ્રોટીન ફેટમાં પરિવર્તિત થાય છે.

કુપોષણ

પ્રોટીનની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે માત્ર પ્રોટીન શેક પર નિર્ભર રહેવાથી તમે કુપોષણના શિકાર થઈ શકો છો કારણ કે શરીરને પ્રોટીનની સાથે-સાથે અન્ય પોષક તત્વો જેમ કે કેલ્શિયમ, આયર્ન, વિટામિન અને ખનિજની જરૂર પડે છે. જેની પૂર્તિ તમે પ્રોટીનથી ભરપૂર ખાદ્ય પદાર્થોનું સેવન કરીને કરી શકો છો.

healthy shake in janvajevu.com

કોલેસ્ટ્રોલ અને હૃદયરોગ

કેટલાક પ્રોટીન શેકમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે. જે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે. આ સિવાય આવા પ્રોટીન શેકનું સેવન કરાવતી હૃદય રોગ અને સ્ટ્રોક થવાનો ખતરો પણ વધી જાય છે.

થાઈરોઈડ

પ્રોટીન શકેમાં સોયા હોય છે. સોયા થાઈરોઈડ ગ્રંથિને આયોડીન અવશોષિત કરતાં રોકે છે અને થાઈરોઈડ ગ્રંથિની ક્ષમતાને ઘટાડે છે. આ રીતે પ્રોટીન શેકનું સેવન થાઈરોઈડ અને ગળા સંબંધી સમસ્યાઓનું કારણ બને છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,146 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>