હેડકીને અંગ્રેજીમાં ‘હિકપ’ કહેવામાં આવે છે. જયારે તમે કોઈ જરૂરી કામ માં જાવ છો ત્યારે તમને કેડકી લગાતાર ચાલુ જ રહે એ ખરેખર કષ્ટદાયક છે. આ કોઇપણ વ્યક્તિને કોઇપણ સમયે આવી શકે છે. અહી એવા ઘરેલા નુસખા આપવામાં આવ્યા છે જેનાથી તમને આ સમસ્યાથી છુટકારો મળશે.
* જયારે તમને હિચકી આવવા લાગે ત્યારે થોડા સમય સુધી શ્વાસને લાંબા સમય સુધી રોકી લેવો. જાણકારી અનુસાર જયારે ફેફસામાં કાર્બન ડાયોક્સાઈડ ભરાય જાય છે ત્યારે ડાયફ્રામ તેને નીકાળશે અને હિકપ બંધ થઈ જશે.
* હેડકી આવતા તરત જ ખાંડનું સેવન કરવું. આના માટે એક કટોરીમાં એકાદ નાની ચમચી ખાંડ અને મીઠું નાખીને આ પાણી પી લેવું. આનાથી તમને થોડા જ સમયમાં હેડકી બંધ થઇ જશે.
* હેડકીને થતી રોકવા માટે ૧૦ ઘુંટડા પાણી પી લેવું. આનાથી પણ તમને આરામ મળશે.
* એવું માનવામાં આવે છે કે જયારે હેડકી આવે ત્યારે એક ગ્લાસ ઠંડુ પાણી પી લેવું જોઈએ.
* આને રોકવા માટે મધ પણ ફાયદાકારક છે. આનાથી તમારા શરીરને મળતી મધની મીઠાશથી નસને સંતુલિત કરી શકાય છે.
* જો તમારા ઘરમાં બ્રેડ હોય તો તેને સુકું જ કઈ પણ લગાવ્યા વગર ચાવી લો. આનાથી પણ તમારી હેડકી બંધ થઇ જશે.
* આને દુર કરવા માટે ચોકલેટ પાવડરને એક ચમચી ખાઈ લો. આનાથી થોડા સમયમાં આ દુર થઇ જશે.
* તમારા ડાબા હાથની હથેળીને જમણા હાથના અંગુઠાથી દબાવો. આ પ્રક્રિયા બીજા હાથે પણ કરો. આનાથી તમારી નસોમાં પ્રભાવ પડશે અને હેડકી બંધ થઇ જશે.