હીરાની આ ખાણ માં જે લોકો હીરાને શોધે તે પોતાનો થઇ જાય, અચૂક જાણો

article-0-1D077D5500000578-142_634x476

શું તમે ક્યારેય દુનિયાનું એક એવું ખેતર જોયું છે જ્યાં હીરા પડેલા હોય? જો તમને હીરાની ખાણ મળી જાય અને એમાં પણ જો કોઈ તમને મફતમાં હીરા લેવા દે તો કેટલું સારું. જો તમારા મનમાં આ વિચાર આવ્યો હોય તો આ વિચાર સાચો છે. અમેરિકામાં એક હીરાની ખાણ એવી છે જ્યાં ગમે તેવા કીમતી હીરા કેમ ન હોય પણ જો તમે તેને શોધી કાઢો તો તમે તેના માલિક બની શકો છો.  જો તમારે ફ્રી માં હીરા જોઈએ તો આવો અહી…

ખરેખર, અમેરિકાના અરકાનસાસ સ્ટેટના પાઇક કાઉન્ટી ના મર્ફ્રેસબોરોમાં એક હીરાની ખાણ છે. આ દુનિયાની એકમાત્ર હીરાની એવી ખાણ છે જેમાં સામાન્ય માણસ પણ અંદર જઈને લઇ શકે છે. અહી જે વ્યક્તિને હીરાઓ મળે તે તેના થઇ જાય. ડાયમંડની આ ખાણ માં જવા માટે ફક્ત એક નાનકડી રકમ ચૂકવવી પડે છે.

અરકાનસાસ નેશનલ પાર્કમાં સ્થિત 37.5 એકરના ખેતરમાં ઉપરની સપાટી પર જ હીરા મળી જાય છે. આ પ્રોસેસ 109 વર્ષ પહેલાં જ શરુ થઇ ગઈ છે અને આજે પણ ચાલુ છે. તેથી હીરાના આ ખેતરને ‘ધ ક્રેટર ઓફ ડાયમંડ’ કહેવામાં આવે છે.

જાણો આનો ઈતિહાસ…

6827924765_0ee460a86f_b

ઓગસ્ટ 1906 માં જ્હોન હડ્લેસ્ટોન ને પોતાના ખેતરમાં બે ચમકેલા ડાયમંડ મળ્યા. જયારે તેમણે આ ડાયમંડને તપાસ કરાવ્યા ત્યારે ખબર પડી કે આ ડાયમંડ ખુબજ કિમતી છે. ત્યારબાદ જ્હોને પોતાના આ 243 એકરમાં ફેલાયેલ ફાર્મને એક ડાયમંડ કંપનીને ખુબ ઉંચી કીમતમાં વહેચી દીધું.

વર્ષ 1972 માં આ જમીન નેશનલ પાર્કમાં આવી ગઈ. અરકાનસાસ ડીપાર્ટમેન્ટ ઓફ પાર્ક એન્ડ ટુરિઝમે આ ફાર્મને ડાયમંડ કંપની પાસેથી ખરીધી લીધું. 1906 થી જ આ જમીનને કોમર્શિયલ રીતે ડાયમંડ ઉત્પાદન વિસ્તાર બનાવવાની કોશિશ ચાલી રહી હતી. જોકે, આમાં સફળતા નહોતી મળી. તેથી આ ફાર્મને સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું.

અધિકારીઓના જણાવ્યા મુજબ 1972 થી અત્યાર સુધી અહી 31,000 ડાયમંડ મળી ચુક્યા છે. 40 કેરેટનો ‘અંકલ સેમ’ પણ અહીંથી જ મળ્યો હતો. આ અમેરિકા માંથી મળેલ અત્યાર સુધીનો સૌથી મોટો હીરો છે. અહી મોટી સંખ્યામાં લોકો ડાયમંડને શોધવા માટે આવે છે.

Crtr_of_Dmnds_dig

DSC_01691

crater-of-diamonds

Arkansas-Crater-of-Diamonds-State-Park

Comments

comments


14,145 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 3