હિમેશ રેશમિયા જલ્દીથી દેખાશે ફિલ્મ ‘એક્સપોઝ 2’ માં!

2699d06a5ff2653cb534d74ecfceecca_ft_m

હિમેશ રેશમિયા બોલીવુડના સંગીતકાર અને સાથોસાથ એક એક્ટર પણ છે. બોલીવુડમાં હિમેશ રેશમિયાના ગોડફાધર સલમાન ખાન છે.

વેલ, મ્યુઝીક ડાયરેક્ટર હિમેશ રેશમિયા જલ્દીથી ફિલ્મ ‘ધ એક્સપોઝ’ ના સીક્વલમાં નજર આવી શકે છે. આ ફિલ્મ માટે તેમણે તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. હિમેશ ની ફિલ્મ ‘ધ એક્સપોઝ’ એ ૨૦૧૪માં રીલીઝ થઇ હતી.

ફિલ્મ ‘ધ એક્સપોઝ’ માં તેમની સાથે સહ-કલાકારો તરીકે સોનાલી રાઉત, ઝોયા અફરોઝ, ઈરફાન ખાન અને યો યો હની સિંહ દેખાયા હતા. હિમેશની આ ફિલ્મ હીટ રહી હતી. તેથી જ તેમણે આ ફિલ્મનું સિકવલ બનાવવાનું વિચાર્યું છે.

હિમેશ જણાવે છે કે ‘એક્સપોઝ 2’ માટે તેમણે કાસ્ટિંગ પણ તૈયાર કરી નાખી છે અને સ્ક્રીપ્ટ પણ લખી નાખી છે. હિમેશની આ ફિલ્મ ૨૦૧૭ માં રીલીઝ થઇ શકે છે. હિમેશ અનુસાર પોતાની આ ફિલ્મ એક્શન સીનથી ભરપૂર હશે અને તેની કહાની પણ હાર્ટ ટચિંગ હશે.

Comments

comments


5,129 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


6 × = 12