કસૌલી એ હિમાચલ પ્રદેશનું એક નગર છે. આ એક નાનકડું પર્વતીય સ્થળ છે. જોત-જોતામાં જ અહીની હવા બદલાવા લાગે છે. અહીનું મોસમ એકદમ સાફ અને ખુશનુમા છે. આ સમુદ્રતળથી ૧૭૯૫ ની ઊંચાઈ પર સ્થિત છે.
કસૌલી શહેર પોતાની સફાઈ અને સુંદરતાને કારણે પર્યટકોની વચ્ચે પ્રખ્યાત છે. આને ‘મીની શિમલા’ કહેવામાં આવીએ તો ખોટું નહિ. અહીની ઋતુ, મોસમો અને રંગબેરંગી ફૂલો પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. ચીડના ઊંચા ઊંચા વૃક્ષો અને ગાઢ જંગલો અહીના રસ્તાઓને સૌન્દર્યથી ભરી મુકે છે.
કસૌલીમાં એક સેન્ટ્રલ રિચર્સ ઇન્સ્ટિટયૂટ છે, જે ખુબજ મોટા વિસ્તારમાં ફેલાયેલ છે. ૧૯૦૦ માં અહી પાશ્વ ઇન્સ્ટિટયૂટની સ્થાપના કરવામાં આવી છે, જેમાં કુતરાઓ માણસોને કરડે તો તેને મટાડવાની બેજોડ દવા બનાવવામાં આવે છે. આ જગ્યા કુદરતી સૌન્દર્યથી ભરપૂર છે, જ્યાં જતા તમને એક અલગ જ ફીલીંગ આવશે અને પ્રકૃતિ વચ્ચે રહેવાનો અહેસાસ થશે.
અહી પર્યટકો માટે મંકી પોઈન્ટ, શિરડી સાઈ બાબા, એરફોર્સ ગાર્ડ સ્ટેશન, એશિયાનો સૌથી ઉંચો ટીવી ટાવર, સેન્ટ મેરી કોન્વેન્ટ સ્કુલ અને લોરેન્સ સ્કુલ વગેરે જેવી પ્રાચીન સ્કૂલો આવેલ છે. આ માંથી મંકી પોઈન્ટ ખુબ જ પોપ્યુલર છે. આ પોઈન્ટ પરથી તમે પર્વતોની ઉંચી ઉંચી શૃંખલાઓ અને ઘાટીઓ જોઈ શકો છો.
ઉપરાંત કસૌલીનો સૌથી ઊંચો પોઈન્ટ એટલે કે મંકી પોઈન્ટ પર હનુમાનજીનું મંદિર છે, જ્યાં પુષ્કળ પ્રમાણમાં શ્રદ્ધાળુઓની ભીડ કાયમ જોવા મળે છે. બોલીવુડના સ્ટાર્સ પણ પોતાના વેકેશનને યાદગાર બનાવવા માટે અહીની મુલાકાત લે છે. આ સંપૂર્ણપણે સોંદર્યથી ભરી પડેલ જગ્યા છે.
અહી વ્યક્તિ પોતાના ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે સુકુનના પળોની મજા માણી શકે છે. આ શાંત જગ્યા છે. અહી ઘણી બોલીવુડ ફિલ્મોનું શુટીંગ પણ થયું છે. જયારે શિયાળો હોય ત્યારે અહી બરફવર્ષા થાય છે. ઉપરાંત અહી મહત્વપૂર્ણ તહેવારોની પણ ઉજવણી કરવામાં આવે છે. તમે અહીના રસ્તાઓમાં ટ્રેકિંગની મજા પણ માણી શકો છે. તમે લો બજેટમાં પણ કસૌલીની સૈર કરી શકો છો.