આપણા દેશમાં વૃક્ષોને પણ પૂજનીય માનવામાં આવે છે. ઘણા વૃક્ષો એવા છે જેની પાછળ કોઈ દંતકથા પણ છે. આમાંથી જ એક છે કેળા. કેળાના ફળ, થડ અને પાંદડાને આપણે પૂજામાં અનેક રીતે ઉપયોગ કરીએ છીએ.
કેળા શુભ અને પવિત્રતા નું પ્રતીક છે. કેળાના વૃક્ષમાં દેવગુરુ બૃહસ્પતિ નો વાસ છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે સાત ગુરુવારે નિયમિત રૂપે કેળાની પૂજા કરવાથી ઇચ્છા પૂર્ણ થાય છે.
હિન્દૂ ધર્મમાં કેળાના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ઘણા ધાર્મિક કાર્યોમાં પણ આનો ઉપયોગ થાય છે. પરંતુ તમે એ વાતને નથી જાણતા કે આની દરેક શુભ કામમાં પૂજા કેમ કરવામાં આવે છે. તો અમે તમને જણાવશું કે આની પૂજા કેમ કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર માનવામાં આવે છે કે કેળાના વૃક્ષમાં સાક્ષાત વિષ્ણુ નિવાસ કરે છે. એટલા માટે ગુરુવારના દિવસે કેળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે.
એવું મનાય છે કે, જો કેળાના વૃક્ષની પૂજા વિધિ-વિધાન અને શ્રદ્ધાથી કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે અને આપણને સુખ, સમૃદ્ધિ અને શાંતિનું વરદાન પ્રાપ્ત થાય છે. કેળાના વૃક્ષને શુભ અને સંપત્તિશીલ નું પ્રતિક માનવામાં આવે છે.
કેળાની પવિત્રતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે જૂના વર્ષોમાં આના થડ માંથી કાઢેલા પાણીથી જ ઉપવાસ માટે પાપડ વગેરે વસ્તુ બનાવવામાં આવતી હતી છે.
ધર્મશાસ્ત્ર પ્રમાણે માનવામાં આવે છે કે કેળાની પૂજા કરવાથી ગુરુદોષ સમાપ્ત થાય છે. તેથી, સારાં ફળની પ્રાપ્તિ માટે કેળાની પૂજા કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ ઘરમાં એટલે કે ઘરની અંદર કેળાનું વૃક્ષ ન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘરના માલિકના નવજીવન માં સમસ્યા થાય છે. આને ઘરના ચોકમાં ફરજિયાત લગાવવું જોઈએ અને આની પૂજા વિધિ-વિધાન થી કરવી.
જો તમે કેળાની પૂજા કરવા માંગતા હોવ તો આ રીતે તેની પૂજા કરો જેથી તમને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય.
સવારે બ્રાહ્મણ મુહૂર્તમાં ઉઠીને મૌન પાલન કરીને સ્નાન કરવું અને કેળાના વૃક્ષની પૂજા કરીને તેને જળ અર્પણ કરવું. ત્યાર પછી હળદરની ગાઠ, ચણાની દાળ અને ગોળ સમર્પિત કરવો. કંકુ, ચોખા અને ફૂલો વગેરે ચઢાવો અને તેની પ્રદક્ષિણા કરો. આ રીતે પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. જેનાથી તમને તમારા મનપસંદ ફળની પ્રાપ્તિ થયા છે.