હાસ્યના હસગુલ્લા

Gujarati jokes

સરદારને સપનામાં એક છોકરીએ ચપ્પલ માર્યું.
બે દિવસ સુધી સરદાર પોતાની બેંકમાં ના ગયો.

કેમકે બેન્કમાં લખ્યું હતું કે…

“હમ આપકે સપનો કો હકીકત મે બદલ દેતે હૈ”.


નટુ : મારી મમ્મી ને નવી નવી વાનગી ખુબ ભાવે છે

ગટુ : એમ ? આજે જમવામાં શું બનાવ્યું હતું
નટુ : એમ તો જમવાનું અમે હોટલ મા જ રાખીએ છીએ


મગનાનું પેન્ટ ધોબીએ બરોબર ધોયું નહી.. તેણે ધોબીને મેસેજ કર્યો….
” કપડા બરોબર ધોવાનું રાખ “
ધોબી એ સામો મેસેજ કર્યો……
” તમે પણ બરોબર ધોવાનું રાખો “


છોકરો અને છોકરીની ફેસબુક ચાટ —————
છોકરો: હાય !!!!
છોકરી : હાઉ આર યુ !!!!
છોકરો : હું સારો છું ….. થેંક યુ !!!!!!
છોકરી : મેં પૂછ્યું કે હાઉ આર યુ ?????
છોકરો : મેં કહ્યું તો ખરું કે હું સારો છું …….!!!!!
છોકરી : એક તો અંગ્રેજી આવડતી હોતી નથી અને પાછા આવાં આવી જાય છે FB પર ચાત કરવાં ……..!!!!!!
છોકરી : મેં પૂછ્યું છે કે હાઉ આર યુ?……..મતલબ કે તું કોણ છે ?
છોકરો : હું મજામાં છું દીદી …… મને તમારો નાનો ભાઈ સમજો ……!!!!!!


છોકરો – પપ્પા , હું એક છોકરી ના પ્રેમ માં પડ્યો છું અને એની સાથે ડેટ પર જવાનો છું !!
પપ્પા – શાબાશ દીકરા …, કોણ છે એ છોકરી ?

છોકરો – રીના , સામે વાળા રમીલા આંટી ની છોકરી.
પપ્પા – ઓહ ….જો બેટા હું તને એક વાત કહેવા માગું છું અને મને આશા છે કે આ વાત તું તારી મમ્મી ને નહિ કરે.

છોકરો – બોલો બાપા.
પપ્પા – એમાં એવું છે કે રીના તારી બહેન થાય છે.

છોકરો દુખી થય ગયો પણ બે ત્રણ મહિના પછી બધું બરાબર થઇ ગયું .
છોકરો પાછો એક છોકરી ના પ્રેમ માં પડ્યો અને ગયો એના બાપા પાસે

છોકરો – પપ્પા , હું ફરી વાર પ્રેમ માં પડ્યો છું
પપ્પા – શાબાશ દીકરા …, કોણ છે એ છોકરી ?

છોકરો – બાજુ વાળા આંટી ની કવિતા.
પપ્પા – જો બેટા તું તારા મમ્મી ને નહિ કહેતો કવિતા પણ તારી બહેન થાય છે .

હવે છોકરાનો પિત્તો ગયો અને ગયો એની મમ્મી પાસે …..

છોકરો – મમ્મી હું ત્રણ – ત્રણ છોકરી ના પ્રેમ માં પડ્યો પણ એક પણ ને ડેટ પર ન લઇ જઈ શક્યો કારણકે મારા પપ્પા એના પણ પપ્પા નીકળ્યા બોલ હવે શું કરું ?

મમ્મી – તું ચિંતા ના કર , તું તેમાંની ગમે તે છોકરી સાથે ડેટ પર જઈ શકે છે, કારણકે હકીકત માં એ તારા પપ્પા છે જ નહિ .


ગમે તો ચોક્કસ થી શેર કરજો …
=========================
“જબ તક હૈ જન ” નું કોમેડી વર્જન ………..
તેરા લંગડાતે લંગડાતે ચલના….
ટાણા ટક વગરના ફિસલના….
તેરા વોહ લખાની સ્લીપ્પર કા પહેનના
નહિ ભૂલુંન્ગા મેં….યાદ રખૂંગા મેં…..!
જબ તક હે જાન….જબ તક હે જાન…..!
તેરા વો હલકે સે મુસ્કુરાના….
કોલગેટ સે દાતણ કો કરના…
મોઢે સે વાસ મારના….
નહિ ભૂલુંન્ગા મેં….યાદ રખૂંગા મેં…..
જબ તક હે જાન….જબ તક હે જાન…..!
તેરા ખીલ સે ભરા વોહ ચેહરા…
ડેન્ડ્રફ કે સાથ લેહરાતે હુએ બાલ…
વોહ સોડા બાટલી કે ચશ્મે….
નહિ ભૂલુંન્ગા મેં….યાદ રખૂંગા મેં…..
જબ તક હે જાન….જબ તક હે જાન…..!


ગુજરાતી માં ૧૦૦(સો) ની કરામત જુવો..

૧૦૦લે ફિલ્મ.
૧૦૦નાલી બેન નું નામ
૧૦૦નેરી કલર.
૧૦૦ડા પીવાની.
૧૦૦ફા પર બેસવાનું
૧૦૦નુ પેરવાનું
૧૦૦પારી ખાવાની
૧૦૦બત એવી અસર
ઓહ્હો…
૧૦૦રી તમારો કિંમતી સમય બગાડ્યો હોય તો


ચિંટુ : ‘મમ્મી, મને એક ગ્લાસ પાણી આપ ને.’
મા : ‘જાતે લઇ લે.’
ચિંટુ : ‘પ્લીઝ આપ ને.’
મા : ‘જો હવે માગ્યું તો થપ્પડ ખાઇશ.’
ચિંટુ : ‘જ્યારે થપ્પડ મારવા આવે ત્યારે પાણી લેતી આવજે !’


એક છોટી સી લવ – સ્ટોરી :
બે પ્રેમી પંખીડા પહાડો માં ફરવા નીકળ્યા …
અચાનક છોકરા ને ઠેસ વાગી ને એના અંગુઠામાં થી દડ દડ કરતુ લોહી વહેતું થય ગયું
છોકરા ને થયું હમણાં એની પ્રેમિકા દુપટ્ટાને ફાડી ને પાટો બાંધશે …
એણે પ્રેમિકા ના દુપટ્ટા સામે જોયું ..
પ્રેમિકા નજીક આવી….એની આંખો માં આંખો નાખી ને બોલી :
” ડાય’નો થા માં …૧૮૦૦ નો ડ્રેસ છે …ને મેચિંગ દુપટ્ટો તો માંડ મળ્યો છે ..છાનોમાનો ખિસ્સામાંથી રૂમાલ કાઢ “

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,938 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 63

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>