હાઇટેક ફિચર્સ સાથે દુનિયાનુ સૌથી પાતળુ એન્ડ્રોઇડ Tablet લોન્ચ

With high-tech features World's most thin Android Tablet Launch

લેપટોપ અને ટેબલેટ બનાવતી પોપ્યુલર ડેલ કંપનીએ ભારતીય લેપટોપ બજારમાં દુનિયાનુ સૌથી પાતળુ ટેબ ઉતાર્યુ છે. કંપનીએ Dell Venue 8 (7000 સીરીજ) ને ભારતમાં લોન્ચ કરી છે. કંપનીએ આ ટેબલની કિંમત 34,999 રૂપિયા રાખી છે સાથે સાથે કંપનીએ ટેબલેટમાં હાઇટેક ફિચર્સ અને ખાસ ડિઝાઇન સાથે માર્કેટમાં ઉતાર્યુ છે. એવામાં ડેલ કંપનીએ આ ટેબલેટ ઉતારીને બીજી ટેબલેટ મેકર્સ કંપનીઓને ટક્કર આપી છે. કિંમત મામલે ભલે ડિવાઇસ થોડુ મોંઘુ હોય પરંતુ ટેબલેટના હાઇટેક ફિચર્સ યુઝર્સને નિરાશ નહી કરે.

શુ છે ખાસિયત-

– દુનિયાનુ પહેલુ સૌથી પાતળુ એન્ડ્રોઇડ ટેબલેટ
– એન્ડ્રોઇડ લોલીપોપ(5.0) ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
– પાતળી એલ્યુમિનિયમથી ડિઝાઇન કરવામાં આવ્યુ છે આ ટેબલેટ
– ટેબની થિકનેસ 6 mm છે જેના કારણે તે દુનિયાનુ સૌથી પાતળુ ટેબ બન્યુ છે.
– આ ડિવાઇસ તમારા સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સને કનેક્ટ કરીને તમારા તમામ ફોટોઝ અને ફાઇલ કમેન્ટ્સ અને આલ્બનને સેવ રાખે છે.

શુ છે ફિચર્સ-

પાવર

Dell Venue 8 (7000 સીરીજ) ના ફિચર્સ વિશે વાત કરીએ તો તેમાં કંપનીએ ઇન્ટેલ Atom Z3580 નુ ક્વાડ-કોર પ્રોસેસર આપ્યુ છે. આ પ્રોસેસર 2.3 GHz ની સ્પીડથી કામ કરે છે.

પાવર અને મેમરી

With high-tech features World's most thin Android Tablet Launch

કંપની એ આ ડિવાઇસમાં ઇન્ટેલ PowerVR G6430 ગ્રાફિક્સ કાર્ડ આપવામાં આવ્યુ છે. આ ટેબલેટ 2 GB DDR3 રેમ સાથે આવે છે. સ્ટોરેજની વાત કરીએતો કંપનીએ બે વેરિએન્ટમાં લોન્ચ કર્યા છે જેમાં 16 GB અને 32 GB વેરિએન્ટમાં યુઝર્સ માટે ઉપલ્ધ છે. માઇક્રો એસડી સ્લોટની મદદથી મેમરીને 512 GB સુધી વધારી સકાય છે.

ડિસ્પ્લે

Dell Venue 8 ટેબલેટમાં ડિસ્પ્લે વિશે વાત કરીએ તો તેમાં 8.4 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લે ફુલ HD (2560*1600 પિક્સલ) રિઝોલ્યુશન ક્વોલિટી આપે છે.

કેમેરા

With high-tech features World's most thin Android Tablet Launch

કંપની એ પોતાના આ નવા ડિવાઇસમાં 8 મેગાપિક્સલ રિયર કેમેરો આપ્યો છે. સાથે સાથે તેમાં 2 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો આપ્યો છે.

કનેક્ટિવિટી

કનેક્ટિવિટી માટે તેમાં Wi-Fi 802.11ac અને બ્લ્યુટૂથ 4.1 જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે.

બેટરી

જો તમે વિચારી રહ્યા હોવ કે આટલા સારા ફિચર્સનો ઉપયોગ કરવા પર બેટરી જલદીથી પુરી થઇ જશે તો કંપનીએ એ વાતને પણ ધ્યાનમાં રાખીને ટેબલેટમાં 5,900 mAh પાવરની બેટરી આપી છે. જેને એક વખત ચાર્જ કર્યા બાદ 9.8 કલાક સુધીનુ બેકઅપ આપે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,630 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 32

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>