Samsung Galaxy Note 5 થશે લોન્ચ july માં

With high-tech features that can be launched in July Samsung Galaxy NOTE 5

આ વખતે સેમસંગ પોતાના જુના રૂટિનને બદલીને કાઇંક નવુ કરી શકે છે. WhoWired વેબસાઇટના જણાવ્યા પ્રમાણએ સેમસંગ કંપની હવે નોટ સીરીજનુ નવુ ફેબલેટ જુલાઇ મહિનામાં લોન્ચ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે સેમસંગ ગેલેક્સી નોટ 5ના પાંચ પ્રોટોટાઇપ પણ તૈયાર થઇ ચુક્યા છે જેને કંપનીએ કેટલાક ક્લાઇંટ્સને મોકલી આપ્યા છે. સેમસંગ જો ટુકસમયમાંજ નોટ 5 ફેબલેટ લોન્ચ કરશે તો એપલના આઇફોન 6S અને 6S પ્લસ કરતા આગળ નીકળી શકે છે. ઉલ્લેખનિય છે કે સેમસંગની નોટ સીરીજનુ ફેબલેટ અને એપલનો નવો આઇફોન દરવર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ લોન્ચ થાય છે.

આ વર્ષે પણ ગઇ વખતની જેમ સેમસંગ બે સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. એક ગેલેક્સી નોટ 5 અને એક ડ્યઅલ એઝ સ્ક્રિન વાળો ફોન બન્ને સ્માર્ટફોન પહેલા વેરિએન્ટ કરતા સારા હશે. Janvajevu.com તમને સેમસંગ ગેલેક્સી નોટ 5ના સંભવિત ફિચર્સ વિશે જણાવી રહ્યુ છે.

With high-tech features that can be launched in July Samsung Galaxy NOTE 5

પાવરફુલ પ્રોસેસર

ગેલેક્સી નોટમાં Exynos 7422 ચિપસેટ હોઇ શકે છે. આ ચિપસેટ ખુબજ પાવરફુલ છે. જેમાં કસ્ટમ મેડ CPU, GPU, RAM સ્ટોરેજ અને મોડેમ હશે. રિપોર્ટ પ્રમાણે સેમસંગ સેકન્ડ ગેલેક્સી નોટ એઝનુ ટેસ્ટિંગ પણ કરી રહ્યુ છે. આ ફોન સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ થઇ શકે છે. પ્રોજેક્ટ જેન અંતર્ગત બનાવવામાં આવી રહેલા આ સ્માર્ટફોનમાં 5.4 અથવા 5.5 ઇંચની સ્ક્રિન આપવામાં આવશે. તે AMOLED સાથે રાઉન્ડ ડિસ્પ્લે સ્ક્રિન વાળો ફોન હશે.

2K અથવા 4K રિઝોલ્યુશન

SamMobile ના એક રિપોર્ટ પ્રમાણે સેમસંગના આગામી એન્ડ્રોઇડ ફેબલેટ ફોનમાં જાણકારી સામે આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે સેમસંગ હાલમાં ઘણા બધા કોમ્પોનંટ્સ ટેસ્ટ કરી રહી છે. પબ્લિશ થયેલા એક રિપોર્ટ પ્રમાણે ગેલેક્સી નોટ 5 માં 2K રિઝોલ્યુશન ડિસ્પ્લે હશે. સાથે સાથે કેટલાક સુત્રોના જણાવ્યા પ્રમાણે ફોનમાં 4K પેનલ હશે. 2K રિઝોલ્યુશનનો મતલબ કે HD થી 4 ગણી વધારે સારી સ્ક્રિન અને 4K રિઝોલ્યુશનનો મતલબ HD થી 8 ગણી વધારે સારી સ્ક્રિન ક્વોલિટી.

પ્રિમિયમ ડિઝઇન

With high-tech features that can be launched in July Samsung Galaxy NOTE 5

સેમસંગનો નેક્સ્ટ જનરેશન ગેલેક્સી નોટ 5 નવી ડિઝાઇન સાથે આવશે. તેમાં મેટલ અને ગ્લાસનો ઉપયોગ કરવામાં આવશે. જેવી રીતે ગેલેક્સી S6 માં કરવામાં આવ્યો હતો. સેમસંગના આ ફોનને બનાવવા માટે લેધનો ઉપયોગ કરવામાં આવી શકે છે. તે લક્ઝરી ફોન પ્રિમિયમ લુકમાં હશે જે પોતાના પ્રતિદ્વંધીઓથી આગળ હશે.

પ્રોજેક્ટ ઝેન (ડ્યુઅલ એઝ વેરિએન્ટ)

ગઇ વખતે ગેલેક્સી નોટ એઝ સિંગલ એઝ સ્ક્રિન સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે સેમસંગ પોતાના સિક્રેટ પ્રોજેક્ટ અંતર્ગન ડ્યુઅલ એઝ સ્ક્રિન વાળુ ફેબલેટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ હેડસેટમાં 5.4 અથવા 5.5 ઇંચની AMOLED ડ્યુઅલ એઝ કર્વ્ડ સ્ક્રિન હશે. સાથે સાથે હેક્ઝા કોર સ્નેપડ્રેગન પ્રોસેસર હશે. 16 મેગાપિક્સલ રિયર કેમેરા સાથે ઓપ્ટકલ ઇમેઝ સ્ટેબિલાઇઝેશન અને 8 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો હશે.

એન્ડ્રોઇડ M

With high-tech features that can be launched in July Samsung Galaxy NOTE 5

ગેલેક્સી નોટ 5 માં ગૂગલનો આગામી એન્ડ્રોઇડ વર્જન(એન્ડ્રોઇડ M 6.0) હશે. એન્ડ્રોઇડ M નુ લોન્ચિંગ આ વર્ષે ગૂગલની I/O કોન્ફરન્સ (28 મે અને 29 મે)માં કરવામાં આવી શકે છે. જો મળતા સમાચારોનુ માનીએ તો આગામી એન્ડ્રોઇડના નવા વર્જનમાં સારા પ્રાયવેસી ફિચર્સ હશે. સાથે સાથે એન્ડ્રોઇડની ડિઝાઇનમાં પણ ફેરફાર હશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,556 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>