HTC ના નવા Smartphone લૌંચ થયા

ટોપની સ્માર્ટફોન કંપનીઓમાં સામેલ HTC એ તાઇવાનમાં પોતાના બે નવા હેન્ડસેટ ડિઝાયર 820G પ્લસ અને ડિઝાયર 626G પ્લસ લોન્ચ કર્યા છે. ડિઝાયર 820G પ્લસ સ્માર્ટફોનની કિંમત 12,350 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ડિઝાયર સીરીજના આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ સાથે મોટી ડિસ્પ્લે અને ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યુ છે. જો કે , કંપનીએ આ સ્માર્ટફોનના ગ્લોબલ લોન્ચ વિશે કોઇ જાણકારી નથી આપી.

HTC ડિઝાયર 820G+ ના ફિચર્સ

Low budget and with high-tech features that HTC has launched two new smartphones

HTC નો આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોન એન્ડ્રોઇડ વર્જન 4.4 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચની ડિસ્પ્લે HD (720×1280 પિક્સલ રિઝોલ્યુશન) ક્વોલિટી આપે છે. ફોનમાં 1.7GHz પ્રોસેસર અને 1GB રેમ આપવામાં આવી છે. કેમેરા ફિચર્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરા સાથે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે એચટીસી કંપની દ્વારા પહેલા લોન્ચ કરાયેલા 820 સ્માર્ટફોનમાં પણ આવાજ કેમેરા ફિચર્સ આપવામાં આવ્યા હતા.

ફોનમાં 16GB ઇન્ટર્નલ મેમરી આપવામાં આવી છે જેને માઇક્રો SD કાર્ડની મદદથી 32GB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી મામલે તેમાં 3G, વાઇ-ફાઇ, બ્લ્યૂટૂથ, FM રેડિયો, GPRS/ EDGE, GPS/ A-GPS, માઇક્રો USB જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે. ફોનમાં 2600mAh પાવરની બેટરી આપવામાં આવી છે જે કંપનીના જણાવ્યા પ્રમાણે 12 ટોકટાઇમ બેકઅપ આપે છે. આ સ્માર્ટફોનનુ ડાયમેન્શન 157.7×78.74×7.74mm અને વજન 155 ગ્રામ છે.

HTC ડિઝાયર 626G+ ના ફિચર્સ

Low budget and with high-tech features that HTC has launched two new smartphones

આ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. તેમાં 5 ઇંચની ડિસ્પ્લે HD (720×1280 પિક્સલ રિઝોલ્યુશન) ક્વોલિટી આપે છે. ફોનમાં દમદાર ઓક્ટા-કોર 1.7GHz પ્રોસેસર અને 1GB રેમ આપવામાં આવી છે. કેમેરા ફિચર્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. જે LED ફ્લેશ સાથે છે. સાથે સાથે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલ ફ્રંટ ફેસિંગ કેમેરો આપવામાં આવ્યો છ. બન્ને કેમેરાથી તમે ફુલ HD વીડિયો રેકોર્ડ કરી શકો છો.

ફોનમાં 8GB ઇન્ટર્નલ મેમરી આપવામાં આવી છે. જેને માઇક્રો SD કાર્ડની મદદથી 32GB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટે તેમાં 3G, વાઇ-ફાઇ, બ્લ્યૂટૂથ, GPRS/ EDGE, GPS/ A-GPS, માઇક્રો USB જેવો આપ્શન આપવામાં આવ્યા છે. ફોનમાં 2000mAh પાવરની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનનુ ડાયમેન્શન 146.9×70.9×8.1mm અને વજન 138 ગ્રામ છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,408 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>