બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સિલ્વર સ્ક્રીન પર અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ ની બહેન હસિના પાર્કરની ભૂમિકા નિભાવવા જઈ રહી છે.
અભિનેતા શક્તિ કપૂરે એ વાતની પુષ્ટિ આપી છે કે તેમની પુત્રી શ્રદ્ધા કપુર અને પુત્ર સિદ્ધાંત કપૂર હસીનાની બાયોપિકમાં, હસીનાની ભૂમિકા શ્રદ્ધા કપૂર કરશે અને તેમનો પુત્ર સિદ્ધાંત કુખ્યાત ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ નો રોલ કરશે.
ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા કપુર પહેલા આ રોલ અભિનેત્રી સોનાક્ષી સિંહા કરવાની હતી. પણ, કોઈ કારણોસર તેને આ ફિલ્મ માટે ના પાડી દીધી. એટલેકે રીયલ લાઈફના ભાઈ-બહેન હવે રીલ લાઈફમાં ભાઈ-બહેન બનવા જઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશન ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ ના પ્રસિધ્ધ ડાયરેક્ટર અપૂર્વ લખિયા કરશે. નોંધનીય છે કે હાલમાં, શ્રદ્ધા પોતાની આવનારી ફિલ્મ ‘ઓકે જાનુ’ ના શુટિંગમાં વ્યસ્ત છે. ત્યારબાદ શ્રદ્ધા ‘હાલ્ફ ગર્લફ્રેન્ડ’ અને ‘રોક ઓન 2’ નું શુટિંગ વ્રેપ કરીને ‘હસીના’ નું શુટિંગ શરુ કરી શકે છે. જયારે સિદ્ધાંત કપૂર લાસ્ટ ટાઈમ ‘જઝબા’ માં જોવા મળ્યા હતા.