Facebook Messenger પર વીડિઓ કોલિંગ કરી શકો છો તમે

Now, even on skype Facebook Messenger like sakase video calling

ફેસબુક દુનિયાભરમાં પોતાના મેસેન્જર એપ પર વીડિયો કોલિંગ ફિચરને અપડેટ કરવા જઇ રહ્યુ છે. ફે્સબુકે મેસેન્જર એપ પર વીડિયો કોલિંગ ફિચરને ગ્લોબલી અપડેટ કરવાની જાહેરાત કરી દીધી છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે પોતાની એપની મદદથી યુઝર્સને દુનિયાભરમાં વીડિયો કોલિંગ કરવાની સુવિધા આપી રહી છે. આ જાહેરાત ફેસબુક મેસેજિંગ પ્રોડક્ટ્સના વાઇસ પ્રેસિડેન્ટ David Marcus પોતાના ફેસબુક પેજ પર કરી હતી.

Marcus પોસ્ટ કરીને જણાવ્યુ હતુ કે દુનિયાભરમાં ફેસબુક મેસેજિંગ એપ પર વિડિયો કોલિંગ ફિચર અપડેટ કરતા અમે ખુશી અનુભવી રહ્યા છીએ. કંપનીએ આ ફિચરને આ વર્ષે એપ્રિલમાં અમેરિકા, બ્રિટેન, કેનેડા અને ફ્રાન્સ સાથે બીજા 18 દેશોમાં લોન્ચ કર્યુ હતુ.

તમને જણાવી દઇએ કે ફેસબુક મેસેન્જર એપ પર વોઇસ કોલ કરવાની સુવિધા પહેલેથી કંપનીએ આપી છે. હવે વીડિયો કોલિંગ ફિચર આ એપને રિયલ-ટાઇમ કોમ્યુનિકેશનને વધારવામાં મદદરૂપ થશે. જો કે પહેલેથી વીડિયો કોલિંગની સુવિધા માઇક્રોસોફ્ટના સ્કાઇપ, ગૂગલ હેંગઆઉટ અને એપલના ફેસટાઇમ પર ઉપલબ્ધ છે.

યુઝર્સ Wi-Fi અથવા તો ડેટાનેટવર્ક પર આ ફિચરનો ઉપયોગ કરી શકશે. ફેસબુકે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યુ હતુ કે યુઝર્સ હવે ફક્ત એક ક્લિકે વીડિયો કોલ કરી શકશે. જો તમે કોઇ મેસેજ કરી રહ્યા હોવ અને તમને લાગે કે ફક્ત શબ્દો પુરતા નથી તો તમે તરત જ તે વ્યક્તિને વીડિયો કોલ કરી શકો છો. તેના માટે તમારે તમારા સ્માર્ટફોનની સ્ક્રિન પર ટોપ રાઇટ સાઇડમાં આપવામાં આવેલા એક આઇકોન પર ક્લિક કરવાનુ રહેશે.

Now, even on skype Facebook Messenger like sakase video calling

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,272 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 72

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>