લોન્ચ થયો OnePlus One, જાણો આવા છે ફિચર્સ

Now can be purchased at Rs 12.999 OnePlus One, to have such a feature

હવે OnePlus One સ્માર્ટફોનને તેની નક્કી કરેલી કિંમત કરતા ઓછી કિંમતે ખરીદી શકશે. Overcart.com નામની વેબસાઇટ આ સ્માર્ટફોનના 16 GB વેરિએન્ટને હવે ભારતમાં 12,999 રૂપિયામાં વેચશે, યૂઝર્સ તેને આગામી અઠવાડિયામાં ખરીદી શકશે. આ ઉપરાંત ઇ-કોમર્સ વેબસાઇટ એમેજોન આ ફોનને 18,998 રૂપિયામાં વેચશે. આપણે બતાવી દઇએ કે કંપનીએ OnePlus One સ્માર્ટફોનને આ વર્ષના ફેબ્રુઆરીમાં લૉન્ચ કર્યો હતો ત્યારે તેની કિંમત 18,999 રૂપિયામાં હતી.

Overcart.com એવી વેબસાઇટ છે જે સેકન્ડ હેન્ડ અને અનબોક્સ પ્રોડક્ટ્સને ભારતમાં ઓછી કિંમતે વેચે છે અને આ પ્રોડક્ટની સાથે કંપની 6 મહિનાની વૉરંટી પણ આપે છે.

OnePlus One (16GB) સ્માર્ટફોનના ફિચર્સ

OnePlus વન એન્ડ્રોઇડના વર્ઝન 4.4 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેમાં સાયનોજેન OS પણ આપવામાં આવી છે. ફોનના પાવરની વાત કરીએ તો તેમાં 2.5GHzનું ક્વાલકોમ સ્નેપડ્રેગન 801 ક્વાડ-કોર પ્રોસેસર આપ્યું છે. સાથે કંપનીએ 578MHz એડ્રિનો 330 GPU પણ આપ્યું છે.

ફોનમાં 3GB રેમ આપી છે. એટલે કે જે યૂઝર્સને સ્માર્ટફોન પર ગેમ રમવાનું ગમતું હોય તે તેને સારી સ્પીડ મળી રહેશે.

Now can be purchased at Rs 12.999 OnePlus One, to have such a feature

આ સ્માર્ટફોન સીંગલ સીમની સાથે આવે છે. સ્ક્રીનની વાત કરીએ તો ફોન 5.5 ઇંચ LTPS IPS સ્ક્રીન ફૂલ HD (1920 x 1080 પિક્સલ) ડિસ્પ્લે રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. આ ઉપરાંત ફોનમાં 3100mAh પાવર બેટરી આપવામાં આવી છે. પણ કંપનીએ ફોનના ટૉકટાઇમ અને સ્ટેન્ડબાયની કોઇ માહિતી આપી નથી.

કેમેરા ફિચર્સની વાત કરીએ તો ફોનમાં 13 મેગાપિક્સલનો ડ્યુલ LED ફ્લેશ કેમેરો છે જે 4K રિઝોલ્યુશન વીડિયો શૂટ કરી શકાય છે. આ સ્માર્ટફોન સ્ટીરીઓ રેકોર્ડિંગને પણ સપોર્ટ કરે છે. આમાં સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે. કનેક્ટિવીટી માટે ફોનમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ, માઇક્રો USBના ઓપ્શન આપ્યા છે. આ ફોન 4G ટેકનોલૉજી સાથે કમ્ફર્ટેબલ છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,760 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 15

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>