ફેસબુક પર ઓરિજનલ વીડિયો અપલોડ કરનારાઓ માટે સારા સમાચાર છે. તેઓ હવે તેના દ્વારા કમાણી કરીશકે છે. હાં, આ શક્ય બનશે ફેસબુક દ્વારા લાવવામાં આવેલ નવા ફીચર દ્વારા.
આ ફીચર અંતર્ગત જો તમે તમારા ટાઇમલાઇન અથવા ફેસબુક પર કોઈ વીડિયો અપલોડ કરો છો તો ફેસબુક તેના પર એડ ચલાવશે અને તેનાથી થનારી આવકનો અમુક હિસ્સો તમારી સાથે વહોંચશે. અહીં મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, વીડિયો ઓરિજનલ હોવો જોઈએ અને તેના પર કોઈનો કોપીરાઇટ ન હોવો જોઈએ. તમને જણાવીએ કે ભારતમાં ફેસબુકનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા 12 કરોડ કરતાં પણ વધારે છે.
10 સેકન્ડ સુધી એડ જોવા પર જ ફાયદો
ફેસબુકનું નવું ફીચર ‘સજેસ્ટેડ વીડિયો’ હાલમાં આઇફોન પર પરિક્ષણ માટે લાવવામાં આવ્યું છે. તેનો ફાયદો કન્ટેન્ટ ક્રિએટર અને મીડિયા હાઉસને પણ મળશે. તેની આવક મોડલ તેવું જ રહેશે જેવું યૂટ્યુબનું છે. ફેસબુક અનુસાર 10 સેકન્ડ અથવા તેનાથી વધુ સમય સુધી એડો જોવા પર જ જાહેરખબર આપનાર પાસેથી ચાર્જ લેવામાં આવશે. મતલબ કોઈ વીડિયો એડ પર રેવન્યૂ ત્યારે જ જનરેટ થશે જ્યારે કોઈ સર્ફર તે એડને ઓછામાં ઓછી 10 સેકન્ડ સુધી જોવે.
ફેસબુક ન્યુઝ ફીડ અલ્ગોરિધમમાં ફેરફાર કરી રહ્યું છે
આ ફીચર લાઇન થયા બાદ તમને તમારા ન્યૂઝ ફીડ પર સજેસ્ટેડ વીડિયો ફીડ દેખાવા લાગશે. તમે જે વીડિયોને ક્લિક કરશો ફેસબુક તેને સંબંધિત અન્ય વીડિયોઝ પણ તમને સજેસ્ટ કરશે. એટલું જ નહીં ફેસબુક પોતાના ન્યૂઝ ફીડ અલ્ગોરિધમમાં ફેરફાર કરી રહ્યું છે. તેનાથી સર્ફર પોતાની ફીડમાં વીડિયો જોઈ શકશે અને તેને પોતાના અનુસાર ફીડમાં સંગ્રહ પણ કરી શકશે.
55 ટકા હિસ્સો મળશે
હાલમાં ફેસબુક પોતાની વીડિયો જાહેરાતમાંથી મળતી આવકમાંથી 55 ટકા હિસ્સો કન્ટેન્ટ ક્રિએટરની સાથે વહેંચશે. હાલમાં ફેસબુકે આ બાબતે એનબીએ, ફોક્સ સ્પોર્ટ, ટેસ્ટમેડ અને ફની અને ડાઈની સાથે ભાગીદારી કરી છે.
સૌથી પહેલા યૂટ્યુબે વીડિયો પર એડ આપવાનું શરૂ કર્યું હતું
તમને જણાવીએ કે સૌથી પહેલા યૂટ્યુબે વીડિયો પર એડ આપવાનું શરૂ કર્યું હતું. વીડિયો અપલોડ કરવાના મામલે યૂટ્યુબ હાલમાં વિશ્વમાં નંબર 1 સોશિયલ મીડિયા સાઈટ છે. સ્પષ્ટ છે કે, ફેસબુકના આ પગલાથી હવે તેને જોરદાર ટક્કર મળી શકે છે.
હાલમાં ફેસબુકને સૌથી વધુ આવક મોબાઈલ દ્વારા મળી રહી છે તેમાં વધુ ઉછાળો આવવાની સંભાવના છે. એક સ્વતંત્ર રિસર્ચ કંપનીના અનુમાન અનુસાર આ વર્ષે ફેસબુકને સમગ્ર વિશ્વમાંથી થનારી આવકમાંથી 73 ટકા મતલબ 70 હજાર કરોડ રૂપિયા (10.90 બિલનય ડોલર)ની આવક માત્ર મોબાઈલ એડ દ્વારા મળશે. મોબાઇલ પર ફેસબુક એપ્લીકેશન બીજી અન્ય એપની તુલનામાં ઘણી સફળ રહી છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર