સેક્સી ફિગર અને ફિટનેસ ક્વીન શિલ્પા તમને હવે એક નવા અંદાજમાં જોવા મળશે. હવે શિલ્પા શેટ્ટી લોકો સાથે ઓનલાઈન રેસિપીઓ શેર કરવા બિલકુલ તૈયાર છે. શિલ્પા ફક્ત પોતાનું જ નહિ પણ તેના પતિ અને બાળક ના હેલ્થની પણ કેર કરે છે.
જાણકારી અનુસાર શિલ્પા પોતાનો પતિ રાજ અને બાળક વિઆન માટે જે પોષ્ટિક ભોજન તૈયાર કરે છે તેને ઓનલાઈન બધા લોકો સાથે શેર કરશે. શિલ્પા ઓક્ટોબરમાં દિવાળી દરમિયાન અઠવાડિયામાં ત્રણ દિવસ ૧૨ ડિફરન્ટ ટાઈપની રેસીપી શેર કરશે. માત્ર આટલું જ નહિ શિલ્પા બનાવેલ રેસીપી તો શેર કરશે જ સાથે પોતાના ફ્રેન્ડને રેસીપી અંગે જવાબો પણ આપશે. તો હવે તમે પણ શિલ્પાના ફિટનેસનો રાજ જાણી શકશો.
આના પહેલા શિલ્પા એ ‘ધ ગ્રેટ ઇન્ડિયન ડાયટ’ નામની બુક લખી હતી. ઉપરાંત ‘માય ડાયટ કોચ’ પણ શિલ્પાને હોટ ફિગરના સિક્રેટ શેર કરવા જણાવ્યું હતું. જણાવી દઈએ કે શિલ્પા હાલમાં ‘સુપર ડાન્સર’ નામના શો માં જજ તરીકે કામ કરી રહી છે, જે સોની ચેનલ પર ટેલિકાસ્ટ થઇ રહ્યો છે.