હવે નહિ થાય ‘રઈસ’ અને ‘સુલ્તાન’ ની ટક્કર

parita

ભારતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રઈસ’ હવે નહિ આપે ‘સુલ્તાન’ ને ટક્કર. એટલે કે હવે બોક્સ ઓફીસમાં આ બંને સુપર સ્ટાર્સની ફિલ્મ એકબીજાને નહિ આપે ટક્કર.

જાણકારી અનુસાર ફિલ્મ ‘રઈસ’ ના ડાયરેક્ટ રાહુલ ઢોલકીયા એ પોતાના ફીલ્મની ડેટ પોસ્ટપોંડ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે પહેલા આ બંને ફિલ્મ ૨૦૧૬માં ઈદના તહેવાર પર સિલ્વર સ્ક્રીન પર દસ્તક આપવાની હતી.

રીપોર્ટ અનુસાર ફિલ્મના ડાયરેક્ટ રાહુલ ઢોલકીયા એ રઈસ ને 26 જાન્યુઆરી 2017 પર રીલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત શાહરૂખે જણાવ્યું છે કે તે પોતાનો સારો મિત્ર સલમાન ખાન સાથે બોક્સ ઓફિસ પર ક્લેશ નથી ઈચ્છતા.

ફિલ્મ સુલતાન માં સલમાન ખાન હરિયાણવી કુસ્તીબાજ ની ભૂમિકામાં છે. તેની સાથે આ ફિલ્મમાં લીડ ફીમેલ રોલ તરીકે અનુષ્કા શર્મા છે. ૨૦૧૬માં ઈદ પર હવે ફક્ત સલમાન ની ફિલ્મ ‘સુલતાન’ જ થશે રીલીઝ.

રઈસ ૧૯૯૯માં ગુજરાતના એક શરાબ માફિયા પર આધારિત છે, જે ગુજરાતનો સૌથી મોટો બિઝનેસમેન હતો. તે દરમિયાન ગુજરાતમાં દારૂની પાબંધી સીમાથી પણ પર હતી. આ ફિલ્મ માટે શાહરૂખના ફેંસ ખુબજ ઉત્સાહીત છે. આ ફિલ્મમાં શાહરૂખ સાથે નાવાઝુદ્દીન સિદ્દીકી અને ફીમેલ લીડમાં પાકિસ્તાની અભિનેત્રી માહિર ખાન પણ જોવા મળશે.

Comments

comments


4,879 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 4