ગૂગલ પાસવર્ડ વગરની લોગીન સીસ્ટમનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. જેના માધ્યમે યુઝર પોતાના ગૂગલ એકાઉન્ટને પાસવર્ડ વગર પણ લોગીન કરી શકશે. આના માટે ગૂગલ કેટલાક યુઝર્સને ઇન્વિટેશન મોકલીને નવી રીતે લોગીન કરવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. જાણકારી મુજબ, આ ફીચરના માધ્યમે ગૂગલ એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે યુઝર્સના સ્માર્ટફોન પર નોટિફિકેશન આવે છે, જેનાથી ક્લિક કરીને લોગીન કરી શકાય છે.
આવું જ એક ફીચર હાલમાં Yahoo એ લોન્ચ કર્યું છે, જેને ‘Account Key’ નું નામ આપવામાં આવ્યું છે. આમાં પણ યુઝર્સને ફોન પર પુશ નોટિફિકેશન મોકલીને યાહુ લોગીન કરવાનું ઓપ્શન આપવામાં આવ્યું છે. મોટા ભાગના યુઝર્સ પોતાના આઈડી માટે સરળ પાસવર્ડ નો ઉપયોગ કરે છે, જેને હેક કરવું સામાન્ય યુઝર્સ માટે પણ ખુબજ સરળ છે. તેવા યુઝર્સ માટે આ ફીચર જબરદસ્ત ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત પાસવર્ડ ફ્રી લોગીન થી એકાઉન્ટ જલ્દીથી ખુલશે.
આમાં યુઝર્સ જેવી રીતે ઇમેઇલ ID ટાઈપ કરશે તો તરત જ તેમણે ફોન પર એક નોટિફિકેશન આવશે. જેમાં તેની પાસેથી આઈડી ખોલવાની મંજૂર માંગવામાં આવશે. આને ઍક્સેસ કરવા માટે યુઝર્સને ‘Yes’ પર ક્લિક કરવું પડશે.