હવે કોમેડી, ડ્રામા ફિલ્મ ‘મુબારકાં’ માં નજર આવશે આથીયા શેટ્ટી

Screenshot_15

બોલીવુડમાં સલમાન ખાન ની હોમ પ્રોડક્શન ફિલ્મ ‘હીરો’ થી આથીયા શેટ્ટીએ બોલીવુડમાં ડેબ્યું કર્યું હતું. હવે તે પોતાના કરિયરની બીજી ફિલ્મ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ ‘મુબારકાં’ છે, જે કોમેડી ડ્રામા ફિલ્મ છે.

‘મુબારકાં’ અંગે આથીયા નું કહેવું છે કે તે ‘આ ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહિત અને નર્વસ છે, કારણકે તેણીની પહેલી ફિલ્મ રોમેન્ટિક હતી અને આ કોમેડી ફિલ્મ છે.’

‘મુબારકાં’ માં આથીયા સાથે ઈલીયાના ડીક્રુઝ, અર્જુન કપુર અને અનીલ કપુર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ લગ્ન ની થીમ પર આધારિત છે, જેમાં લગ્નનું નિમંત્રણ પારંપરિક રીતે દર્શાવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશક અનીસ બઝ્મી કરી રહ્યા છે.

આથીયા ની આ ફિલ્મ ૨૮ જુલાઈ ના રોજ રીલીઝ થશે. આમાં અર્જુન કપુર ડબલ રોલમાં જોવા મળશે. તેઓ સરદારના રોલમાં જોવા મળશે. આ બાબત અંગે તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ માં જાણકારી આપી હતી. આ ફિલ્મ સોની પિક્ચર્સ પ્રોડક્શન ના બેનર હેઠળ બની રહી છે.

તેઓએ જણાવ્યું કે આ ફિલ્મમાં તેઓ ‘કરનવીર’ અને ‘ચરણવીર’ ના રોલમાં જોવા મળશે. આમા પંજાબી ઘરની કહાની જોવા મળશે. આ ફિલ્મમાં અર્જુન કપુર આથીયા અને ઈલીયાના ડીક્રુઝ એમ બંને અભિનેત્રીઓ સાથે રોમાન્સ કરશે.

Comments

comments


4,591 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 1