હવે ઈન્ટરનેટ વગર પણ જોઈ શકશો યૂ-ટ્યુબ વીડિયો, જાણો કેવી રીતે

હવે ઈન્ટરનેટ વગર પણ જોઈ શકશો યૂ-ટ્યુબ વીડિયો, જાણો કેવી રીતે

ગેઝેટની દુનિયામાં રોજ કંઈક નવા અપડેટ્સ આવતા રહેતા હોય છે. જાહેરાત કર્યા પછી બે મહિનામાં ગુગલે યૂ-ટ્યુબ એપ પર ઓફલાઈન વ્યુઈંગ ફિચર ભારતીય એન્ડ્રોઈડ અને IOS એપ યુઝર્સ માટે લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ ફિચર ગુગલે ભારત, ફિલીપાઈન્સ અને ઈન્ડોનેશિયામાં લોન્ચ કરી છે.

યુ-ટ્યુબના આ નવા ફિચરની મદદથી યુઝર્સ અસ્થાઈ રીતે તેમના વીડિયો સ્ટોર કરી શકશે અને તે ત્યારે જોઈ શકાશે જ્યારે તેમના ફોનમાં ઈન્ટરનેટની સ્પીડ ઓછી હોય અથવા ઈન્ટરનેટ ના હોય. વીડિયોને ઓઉલાઈન દેખવા માટે યુઝર્સે વીડિયો પ્રેમની નીચે આપવામાં આવેલા ઓફલાઈન આઈકોનને ક્લિક કરવાનો રહેશે.

હવે ઈન્ટરનેટ વગર પણ જોઈ શકશો યૂ-ટ્યુબ વીડિયો, જાણો કેવી રીતે

ગુગલ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે એક વાર વીડિયો ઓફલવાઈન પ્લેબેક માટે આપ્યાં પછી આ ફિચર 48 કલાક સુધી વેલિડ રહેશે. તેનો અર્થ એવો થાય છે કે, આ વીડિયો તમે ઓફલાઈન માત્ર 48 કલાક સુધી જોઈ શકાશે. કંપનીના જણાવ્યાં પ્રમાણે ભારતમાં ટી-સીરિઝ, સારેગામા અને યશરાજ ફિલમ્સ જેવા યુ-ટ્યુબ ચેનલની કન્ટેન્ટ ઓફલાઈન દેખવા માટે લોકપ્રિય છે.

યુ-ટ્યુબ એપથી વીડિયો ડાઉનલોડ કરવા માટે યુઝર્સે ઓફલાઈન આઈકોન પર ક્લિક કરવાની સાછે વીડિયો ક્વોલીટી પણ સીલેક્ટ કરવાની હોય છે. તેના પછી ડાઉનલોડ વીડિયોનો ઓપ્શન આવશે. યુ-ટ્યુબ પ્રમાણે વીડિયોઝ પર ક્લિક અને જાહેરાત ઓફલાઈન મોડ ઉપર પણ ટ્રેક કરવામાં આવશે.

યુ-ટ્યુબનું આ ફિચર માત્ર તે વીડિયો માટે જ કામ કરશે જે ઓફલાઈન વ્યુઈંગ માટે ઉપ્લબ્ધ હશે. યુ-ટ્યુબનું આ ફિચર યુઝર્સને સારા ઈન્ટરનેટ કનેક્શન વગર પણ વીડિયોઝ દેખવા અને ડાઉનલોચ કરવાનો મોકો આપશે. આ ફિચરના કારણે યુ-ટ્યુબ વીડિયોઝની બફરિંગ ઓછી થશે અને તેનાથી યુઝર્સને સારો અનુભવ પણ મળશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,519 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 48