આમ તો આલિયા ભટ્ટે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રીયલ લાઈફમાં જોડી બનાવી દીધી છે. તેથી જ તો તે લોકો ઘણી વાર પબ્લિક પ્લેસ પર ફિલ્મ સિવાય ઘણીવાર સ્પોર્ટ થયા છે.
જોકે, આલિયા ની રીલ લાઈફમાં એટલેકે રૂપેરી પરદે શ્રધ્ધા કપૂરનો ‘જાનુ’ એટલે આદિત્ય રોય કપૂર સાથે જોડી જમાવવા માટે બિલકુલ તૈયાર છે અને આ જોડી મશહુર ડાયરેક્ટર કરન જોહર જમાવશે.
ખબરો અનુસાર કરન જોહર ૨૦૧૪ માં આવેલ હોલીવુડ ફિલ્મ ‘ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ‘ ની હિન્દી રીમેક માં બનાવવા જાઈ રહ્યા છે. કરને પોતાના ધર્મા પ્રોડક્શન ના બેનર હેઠળ બનેલ આ ફિલ્મ માં આ બંને સ્ટાર્સ ને લેવાનું પસંદ કર્યું છે.
આ ફિલ્મનું શુટિંગ ૨૦૧૭ માં શરુ થઇ શકે છે. આની કહાની પણ દર્શકોને ખુબ ગમશે. આની કહાની એવી છે કે આમાં ૧૬ વર્ષની કેસર પીડિતા ને બીજા કેન્સર પીડિત સાથે પ્રેમ થઇ જાય છે. ઉલ્લેખનીય છે કે હાલમાં આલિયા વરુણ ઘવન સાથે ‘બદ્રીનાથ કી દુલ્હનિયા‘ અને સિદ્ધાર્થ શ્રદ્ધા કપૂર સાથે ‘ઓકે જાનુ’ માં વ્યસ્ત છે.